________________
* ૯મા ગુણઠાણાના ચોથા ભાગે સં.માયાનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૯મા ગુણઠાણાના પાંચમા ભાગે ૧ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. મોહનીયકર્મના ૫-૪-૩-૨-૧બંધસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે. મોહનીયકર્મના બંધભાંગા :
= ૨૨ બંધાય છે.
૨૨ બંધાય છે.
૨૨ બંધાય છે.
* મિથ્યાત્વ ગુણઠાણે ૨૨ પ્રકૃતિનું બંધસ્થાન-૬ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + હાસ્ય-રતિ + પુ.વેદ (૨) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + હાસ્ય-રતિ + સ્ત્રીવેદ (૩) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + હાસ્ય-રતિ + નપું.વેદ (૪) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + શોક-અરિત + પુ.વેદ = ૨૨ બંધાય છે. (૫) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + શોક-અતિ + સ્ત્રીવેદ = ૨૨ બંધાય છે. (૬) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + શોક-અરિત + નપું.વેદ = ૨૨ બંધાય છે. એ રીતે, ૨૨ના બંધના ૨ યુગલ × ૩ વેદ = ૬ ભાંગા થાય છે. * સાસ્વાદન ગુણઠાણે ૨૧નું બંધસ્થાન હોય છે ત્યાં નપુંસકવેદ બંધાતો નથી એટલે ૨૧નું બંધસ્થાન-૪ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૧૮ + હાસ્ય-રતિ + પુ.વેદ ૨૧ બંધાય છે. (૨) ક્યારેક ધ્રુવબંધી-૧૮ + હાસ્ય-રતિ + સ્ત્રીવેદ = ૨૧ બંધાય છે. (૩) ક્યારેક ધ્રુવબંધી-૧૮ + શોક-અરિત + પુ.વેદ ૨૧ બંધાય છે. (૪) ક્યારેક ધ્રુવબંધી-૧૮ + શોક-અતિ + સ્ત્રીવેદ = ૨૧ બંધાય છે. એ રીતે, ૨૧ના બંધના ૨ યુગલ × ૨ વેદ = ૪ ભાંગા થાય છે. * ૩જા/૪થા ગુણઠાણે ૧૭ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે ત્યાં સ્ત્રીવેદ બંધાતો નથી એટલે ૧૭નું બંધસ્થાન-૨ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૧૪ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૧૭ બંધાય છે. (૨) ક્યારેક ધ્રુવબંધી-૧૪ + શોક-અરિત + પુ.વેદ = ૧૭ બંધાય છે.
૯૨
=
=
=
=