________________
વખતે જિનનામને બાંધે છે. પણ અનુત્તરદેવથી નારકોને અસંખ્યગુણો યોગ હોવાથી નારકો જિનનામનો જળપ્રદેશબંધ કરી શકતા નથી. તિર્યંચગતિમાં જિનનામ બંધાતું જ નથી. અને નિકાચિત જિનનામની સત્તાવાળો જીવ દેવભવમાંથી કે નરકભવમાંથી ચ્યવીને જિનનામને બાંધતો બાંધતો મનુષ્યભવમાં જ ઉત્પન્ન થાય છે. તે મનુષ્ય ભવના પ્રથમસમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. પણ તે વખતે નામકર્મના દલિકોનો એકભાગ ઓછો પડવાથી જિનનામના ભાગમાં થોડા વધારે દલિકો આવે છે. તેથી મનુષ્યો પણ જિનનામનો જપ્રદેશબંધ કરી શકતા નથી. અને દેવોમાં પણ સૌથી અલ્પયોગ અનુત્તરને હોય છે. તેથી અનુત્તરદેવને જિનનામના જપ્રદેશબંધના સ્વામી કહ્યાં છે.
અપ્રમત્તમુનિ દેવપ્રાયોગ્ય-૩૧ પ્રકૃતિ બાંધતી વખતે જિનનામને બાંધે છે. પણ અપર્યાપ્તસમ્યગ્દષ્ટિ સંજ્ઞી કરતાં અપ્રમત્તમુનિને યોગ વધુ હોવાથી જિનનામનો જપ્રદેશબંધ કરી શકતાં નથી. અને નામકર્મની ૨૩/૨૫/૨૬/૨૮ પ્રકૃતિ બાંધતી વખતે જિનનામકર્મ બંધાતું જ નથી. એટલે ભવના પ્રથમસમયે દેવપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિને બાંધનારા અનુત્તરદેવો જ જિનનામના જપ્રદેશબંધના સ્વામી છે.
દેવદ્વિક-વૈક્રિયદ્વિકના જળપ્રદેશબંધના સ્વામી :
કોઇક દેવ-નારક જિનનામને બાંધતો બાંધતો ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. ત્યારે ભવના પ્રથમસમયે જ સ્વયોગ્ય જઘન્યયોગવાળો મનુષ્ય દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધતી વખતે દેવદ્ધિક અને વૈક્રિયઢિકનો જપ્રદેશબંધ કરે છે. કારણ કે દેવ-નારકો એ-૪ પ્રકૃતિને ભવનિમિત્તે જ બાંધતા નથી. અને યુગલિક તિર્યંચ-મનુષ્યો દેવદ્વિક-વૈક્રિયદ્ધિકને બાંધે છે. પણ યુગલિકોને જિનનામ-આહારકક્રિકનો બંધ ન હોવાથી દેવપ્રાયોગ્ય ૨૯/૩૦/૩૧ પ્રકૃતિ બાંધી શકતા નથી. એટલે દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિ જ બાંધે છે. તે વખતે નામકર્મના દલિકનો એક ભાગ ઓછો પડવાથી તે-૪ પ્રકૃતિના ભાગમાં થોડા વધારે દલિકો આવે છે. તેથી એ-૪ પ્રકૃતિનો જપ્રદેશબંધ થતો નથી. અને અપ્રમત્ત
૩૪૧