________________
નરકત્રિક-દેવાયુના જ પ્રદેશબંધના સ્વામી -
પરાવર્તમાનયોગવાળા પર્યાપ્તઅસંજ્ઞી પંચેન્દ્રિયજીવો મૂળ ૮કર્મને બાંધતી વખતે નરકત્રિક અને દેવાયુનો જ0પ્રદેશબંધ કરે છે. કારણકે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયજીવો દેવગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે જીવોને નરકત્રિકાદિ-૪ પ્રકૃતિનો બંધ હોતો નથી તથા અપર્યાપ્ત અસંજ્ઞીને પણ દેવગતિના બંધને યોગ્ય વિશુદ્ધપરિણામ હોતો નથી અને નરકગતિના બંધને યોગ્ય સંક્લિષ્ટ પરિણામ હોતો નથી. એટલે અપર્યાપ્ત અસંજ્ઞી પણ નરકત્રિકાદિ-૪ પ્રકૃતિને બાંધતા નથી. તથા અપર્યાપ્તસ શી પણ નરકત્રિકાદિ-૪ પ્રકૃતિને બાંધતો નથી અને પર્યાપ્તસંજ્ઞીને પર્યાપ્તઅસંજ્ઞી કરતાં અસંખ્ય ગુણ યોગ હોય છે. તેથી તે-૪ પ્રકૃતિના પ્રદેશબંધના સ્વામી પર્યાપ્તઅસંજ્ઞી પંચેન્દ્રિય છે. જિનામના જ પ્રદેશબંધના સ્વામી -
કોઇક મનુષ્ય જિનનામનો નિકાચિવબંધ કરીને અનુત્તરદેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ભવના પ્રથમ સમયે જ સ્વયોગ્ય જઘન્યયોગમાં રહેલો અનુત્તરદેવ મનુષ્યપ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિ બાંધતી વખતે જિનનામનો જપ્રદેશબંધ કરે છે. કારણ કે કોઇપણ જીવને અપર્યાપ્તાવસ્થામાં દરેક સમયે અસંખ્યગુણયોગ વધે છે. તેથી અનુત્તરદેવને ભવના બીજાદિ સમયે જિનનામનો જ પ્રદેશબંધ થતો નથી. એટલે ભવના પ્રથમસમયે જિનનામનો જ પ્રદેશબંધ કહ્યો છે.
શ્રેણીકરાજાની જેમ કોઈક મનુષ્ય. જિનનામને બાંધતો બાંધતોનરકમાં ઉત્પન્ન થઈને ભવના પ્રથમસમયે મનુષ્ય પ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી
(૬૬) કોઇપણ મનુષ્ય જે સમયે જિનનામ નિકાચિત કરે છે. તે સમયથી માંડીને
તીર્થકરનાભવમાં ક્ષપકશ્રેણીમાં ૮મા ગુણઠાણાના ૬ઢાભાગના છેલ્લાસમય સુધી નિરંતર જિનનામને બાંધે છે. પણ જો વચ્ચે ઉપશમશ્રેણી માંડે તો ૮મા ગુણઠાણાના ૬ઢાભાગના છેલ્લાસમયે જિનનામનો બંધવિચ્છેદ થાય છે. પણ ઉપશમશ્રેણીથી પડીને ફરી તે જ સ્થાને આવે ત્યારે જિનનામનો બંધ શરૂ થઈ જાય છે.