________________
(૧) બાદર ઉદ્ધારપલ્યોપમ :
અનંતપરમાણુ = ૧ ત્રસરેણુ
૮ ત્રસરેણું = ૧ રથરેણું ૮ રથરેણુ = ૧ વાસાગ્ર ૮ વાલાગ્ર = ૧ લિક્ષાલીખ] ૮ શિક્ષા = ૧ યૂકા [જા] ૮ ધૂકા = ૧ યવ
૮ યવ = ૧ ઉત્સધ અંગુલ ૨૪ ઉત્સધ અંગુલ = ૧ હાથ
૪ હાથ = ૧ ધનુષ ૨૦૦૦ ધનુષ = ૧ ગાઉ
૪ ગાઉ = ૧ ઉત્સધાંગુલનું યોજન થાય.... ઉત્સધાંગુલના માપથી ૧ યોજન લાંબો, ૧ યોજન પહોળો, ૧ યોજન ઉંડો અને કાંઇક ન્યૂન ૩ યોજન પરિધિવાળા ગોળાકાર પ્યાલા કૂિવાની કલ્પના કર્યા બાદ મસ્તક મુંડાવ્યા પછી એકદિવસથી માંડીને વધુમાં વધુ ૭ દિવસ સુધી જેવડો વાળ ઉગે તેવડો વાલાગ્રથી તે કૂવો એવો ઠાંસી ઠાંસીને ભરવો કે, તેના ઉપરથી ચક્રવર્તીની સેના ચાલી જાય. તો પણ ખાડો ન પડે પછી તે કૂવામાંથી એક-એક સમયે એક-એક વાલાઝને બહાર કાઢતાં જેટલા કાળે તે કૂવો સંપૂર્ણ ખાલી થાય તેટલા કાળને “બાદરઉદ્ધારપલ્યોપમ” કહે છે. ૧૦ કોડાકોડી બાદરઉદ્ધારપલ્યોપમ=1 બાદરઉદ્ધારસાગરોપમ થાય. (૨) સૂક્ષ્મઉદ્ધારપલ્યોપમ -
બાદરઉદ્ધારપલ્યોપમને સમજાવવા માટે કૂવામાં જે વાલાગ્ર ભર્યા છે. તેમાંના એક-એક વાલાઝના અસંખ્ય-અસંખ્ય ટુકડા કરીને કૂવો ભરવો.
(६२) मुंडिते शिरसि एकेह्रा द्वाभ्यामहोभ्यां यावत् उत्कर्षतः सप्तभिरहोभि:परूढानि..
સ્વિોપજ્ઞટીકા] ૪૩૧૬