SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણમોહાદિ-૩ ગુણઠાણાનો અંતરકાળ હોતો નથી. કારણ કે તે ગુણસ્થાનક એક જ વાર પ્રાપ્ત થાય છે. ફરીથી પ્રાપ્ત થતાં નથી એટલે તે ગુણસ્થાનકનો જઘન્ય કે ઉત્કૃષ્ટ અંતરકાળ ન હોય. સાસ્વાદનગુણઠાણાનો જઘન્યઅંતરકાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહ્યો પણ તેમાં પલ્યોપમ કોને કહેવાય? એ શંકાનું સમાધાન ગ્રન્થકાર ભગવંત કરી રહ્યાં છે. પલ્યોપમનું સ્વરૂપ અને ઉપયોગિતા :उद्धार अद्ध खित्तं, पलिय तिहा समयवाससयसमए । केसवहारो दीवो-दहि आउतसाइपरिमाणं ॥ ८५॥ उद्धारं अद्धा क्षेत्रं पलियं त्रिधा समयवर्षशतसमये । केशापहारो द्वीपोदध्यायुस्त्रसादिपरिमाणम् ॥५॥ ગાથાર્થ - પલ્યોપમ-૩ પ્રકારે છે. (૧) ઉદ્ધારપલ્યોપમ (૨) અદ્ધાપલ્યોમ (૩) ક્ષેત્રપલ્યોપમ ઉદ્ધારપલ્યોપમમાં પ્રતિસમયે એક-એક વાલાઝને બહાર કાઢે છે અને તેનાથી તપ-સમુદ્રની ગણતરી થાય છે. અદ્ધાપલ્યોપમમાં સો-સો વર્ષે એક- એક વાલાઝને બહાર કાઢે છે અને તેનાથી જીવોના આયુષ્યની ગણતરી થાય છે. તથા ક્ષેત્રપલ્યોપમમાં પ્રતિસમયે વાલાગ્રને સ્પર્શેલા અને નહીં સ્પર્શેલા એક-એક આકાશપ્રદેશને બહાર કાઢે છે અને તેનાથી ત્રસારિજીવોની સંખ્યા ગણાય છે. વિવેચન :- પલ્ય=અનાજ ભરવાનો ગોળાકાર પ્યાલો. વાંસની ચીપોથી મોટી સાદડી બનાવીને ગોળાકારે ઉભી કરીને અંદર ધાન્યાદિ ભરે છે એને પ્યાલો કહે છે. એ પ્યાલાની ઉપમાવાળો જે કાળ છે. તે પલ્યોપમ કહેવાય. પલ્યોપમ-૩ પ્રકારે છે. (૧) ઉદ્ધારપલ્યોપમ (૨) અદ્ધાપલ્યોપમ (૩) ક્ષેત્રપલ્યોપમતે દરેક બે- બે પ્રકારે છે. (૧) બાદર અને (૨) સૂક્ષ્મ ૪૩૧૫.
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy