________________
અધુવબંધી પ્રકૃતિ :तणुवंगाऽऽगिइसंघयणजाइगइखगइपुग्विजिणुसासं । उज्जोयाऽऽयवपरघातसवीसा गोय वेयणियं ॥ ३॥ हासाइजुयलदुगवेयआउ तेवुत्तरी अधुवबंधा ।। भंगा अणाइसाई, अणंतसंतुत्तरा चउरो ॥४॥ तनूपाङ्गाकृतिसंहननजातिगतिखगत्यानुपूर्वीजिनोच्छासम् । उद्योताऽऽतपपराघातत्रसविंशतिर्गोत्रं वेदनीयम् ॥ ३॥ हास्यादियुगलद्विकवेदायूंषि, त्रिसप्ततिरध्रुवबन्धिन्यः । भङ्गा अनादिसादयोऽनन्तसान्तोत्तराः चत्वारः ॥ ४॥
ગાથાર્થ :- શરીર-૩, અંગોપાંગ-૩, સંસ્થાન-૬, સંઘયણ-૬, જાતિ-૫, ગતિ-૪, વિહાયોગતિ-૨, આનુપૂર્વી-૪, જિનનામ, શ્વાસોચ્છવાસ, ઉદ્યોત, આતપ, પરાઘાત, ત્રસવીસગોત્ર-૨, વેદનીય-૨, હાસ્યાદિયુગલક્રિક, વેદ-૩ અને આયુષ્ય-૪ એમ કુલ-૭૩ અછુવબંધી પ્રકૃતિ છે. તેમજ અનાદિ અને સાદિ શબ્દની પછી ઉત્તરપદમાં અનંત અને સાંત જોડવાથી ૪ ભાંગા થાય છે.
વિવેચન :- વેદનીય ર+ મોહનીય-૭ ધિસ્યાદિ-૪, ૩વેદ+ આયુ૦૪નામ-૫૮ [ગતિ-૪, જાતિ-૫, ઔદ્ધિક, વૈદિક, આહારકદ્ધિક, સંસ્થાન-૬, સંઘયણ-૬, આનુપૂર્વી-૪, વિહાયોગતિ-ર, ઉદ્યોત, આતપ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, જિનનામ, ત્રણ-૧૦, સ્થાવર૧૦]+ગોત્ર-ર=૭૩પ્રકૃતિ અધુવબંધી છે.
આતપનામકર્મ પર્યાપ્તાબાદરપૃથ્વીકાય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિની સાથે જ બંધાય છે. અન્ય એકેન્દ્રિયાદિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિની સાથે બંધાતું નથી. તેથી તે મિથ્યાત્વબંધહેતુની હાજરીમાં પણ ક્યારેક બંધાય છે અને ક્યારેક નથી બંધાતું. માટે આપનામકર્મ અધુવબંધી છે.