________________
એ રીતે, ગ્રન્થની શરૂઆતમાં અનુબંધચતુષ્ટય કહ્યું... ધ્રુવબંધી પ્રકૃતિ :
वन्नचउतेयकम्मऽगुरुलहुनिमिणोवघायभयकुच्छा । मिच्छकषायावरणा, विग्धं धुवबंधि सगचत्ता ॥ २ ॥
वर्णचतुष्क-तैजसकार्मणागुरुलघुनिर्माणोपघातभयकुत्साः । मिथ्यात्वकषायावरणानि, विघ्नं ध्रुवबन्धिन्यः सप्तचत्वारिंशद् ॥ २ ॥
ગાથાર્થ :- વર્ણચતુષ્ક, તૈજસશરીર, કાર્યણશરીર, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ભય, જુગુપ્સા, મિથ્યાત્વમોહનીય, ૧૬ કષાય, ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય અને ૫ અંતરાય એમ કુલ-૪૭ પ્રકૃતિ ધ્રુવબંધી છે.
વિવેચન :- બંધમાં જ્ઞાના૦૫+દર્શના૦૯+વેદનીય-૨+મોહનીય૨૬+ આયુષ્ય-૪+નામ-૬૭+ગોત્ર-૨+અંત૦૫=૧૨૦ પ્રકૃતિ છે. તેમાંથી જ્ઞાના૦૫ + દર્શના૦૯+મોહનીય-૯ [મિથ્યાત્વ, ૧૬ કષાય, ભયજુગુપ્સા]+ નામ-૯ [વર્ણાદિ૪, તૈશવ-કાશ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત]+ અંત૦૫=૪૭ પ્રકૃતિ ધ્રુવબંધી છે અને બાકીની ૭૩ પ્રકૃતિ અધ્રુવબંધી છે.
મિથ્યાત્વમોહનીય મિથ્યાત્વગુણઠાણા સુધી સતત બંધાય છે. અનંતાનુબંધીચતુષ્ક અને થીણદ્વિત્રિક સાસ્વાદનગુણઠાણા સુધી સતત બંધાય છે. અપ્રત્યાખ્યાનીયચતુષ્પ ચોથાગુણઠાણા સુધી, પ્રત્યાખ્યાનીય-૪ પાંચમાગુણઠાણા સુધી, સંક્રોધાદિ-૪ ક્રમશઃ નવમાગુણઠાણાના બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ભાગ સુધી, નિદ્રાદ્વિક ૮મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી, નામકર્મની ૯ પ્રકૃતિ ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠાભાગ સુધી, અને ભય-જુગુપ્સા ૮મા ગુણઠાણા સુધી, જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાય-૫ ૧૦મા ગુણઠાણા સુધી સતત બંધાય છે. તેથી તે ૪૭ પ્રકૃતિ ધ્રુવબંધી કહેવાય છે.
૧૫