________________
તેજો, પદ્ધ અને શુકુલલેગ્યામાં બંધસ્વામિત્વ - तेऊ नरयनवूणा उज्जोयचउ नरयबार विणु सुक्का । विणु नरयबार पम्हा, अजिणाहारा इमा मिच्छे ॥२२॥ तेजो नरकनवोना उद्योतचर्तुनरकद्वादश विना शुक्लाः । विना नरक द्वादश पद्मा अजिनाहारका इमा मिथ्यात्वे ॥२२॥
ગાથાર્થ - તેજોલેશ્યાવાળા જીવો નરકાદિ નવ પ્રકૃતિ વિના ૧૧૧ પ્રકૃતિને બાંધે છે. શુક્લલેશ્યાવાળા જીવો નરકાદિ ૧૨ અને ઉદ્યોતચતુષ્ક (કુલ ૧૬) વિના ૧૦૪ કર્મપ્રકૃતિને બાંધે છે અને પઘલેશ્યાવાળા જીવો નરકાદિ ૧૨ વિના ૧૦૮ પ્રકૃતિને બાંધે છે. તેજ-પદ્ય અને શુકુલલેશ્યાવાળા જીવો મિથ્યાત્વગુણઠાણે જિનનામ અને આહારકતિક વિના બાકીની કર્મપ્રકૃતિને બાંધે છે.
વિવેચન : તેજો અને પદ્મશ્યા ૧ થી ૭ ગુણસ્થાનક સુધી હોય છે. શુક્લલેશ્યા ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે.
પહેલા બે દેવલોકના દેવો તેજોલેશ્યાવાળા હોય છે. ૩ થી ૫ દેવલોકના દેવો પડ્યૂલેશ્યાવાળા હોય છે. અને લાંતકાદિથી અનુત્તર સુધીના દેવ શુક્લલેશ્યાવાળા હોય છે.
તેજોલેશ્યાવાળા જીવો બાદરપૃથ્વીકાય, બાદરપલકાય, અને પ્રત્યેકવનસ્પતિકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ સૂક્ષ્મએકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને નરકમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેજોવેશ્યાવાળા જીવો સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક અને નરકત્રિકને બાંધતા નથી. એટલે તેજલેશ્યામાર્ગણામાં નરકગત્યાદિ નવ વિના ઓધે-૧૧૧, મિથ્યાત્વે જિનનામ અને આહારકદ્ધિક વિના-૧૦૮, સાસ્વાદને-૧૦૧, મિશે-૭૪, સમ્યક્વે-૭૭, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩ અને અપ્રમત્તે ૫૮/૫૯ પ્રકૃતિને બાંધે છે. (૩૧) પીતપશુલ્તત્વેશ્ય-દ્વિત્રિ-શશુ સાર૩ (તત્ત્વાર્થ)
૮O