________________
વૈક્રિયદ્રિક, વેદ અને કષાયમાર્ગણામાં બંધસ્વામિત્વ :सुरओहो वेउव्वे, तिरिय नराउ रहिओ य तम्मिस्से । वेयतिगाइम बियतिय कसाय नव दु चउ पंच गुणा ॥१६॥ सुरौघो वैक्रिये, तिथंङ्नायूरहितश्च तन्मिश्रे । वेदत्रिकादिमद्वितीय तृतीयकषाया नवद्विचतुष्पञ्चगुणाः ॥१६॥
ગાથાર્થ - વૈક્રિયકાયયોગમાં દેવગતિની જેમ ઓઘબંધ જાણવો. વૈક્રિયમિશ્રકાયયોગમાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના બંધ જાણવો. વેદત્રિક, પ્રથમ, દ્વિતીય અને તૃતીય કષાયમાં અનુક્રમે નવબે-ચાર અને પાંચગુણઠાણા હોય છે.
વિવેચન :- દેવ-નારકોને ઉત્પત્તિના બીજા સમયથી માંડીને સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. ત્યારબાદ વૈક્રિયકાયયોગ હોય છે પણ નારકો કરતાં દેવો એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ ત્રણ પ્રકૃતિ વધારે બાંધી શકે છે. તેથી દેવગતિની જેમ વૈક્રિયકાયયોગમાં બંધસ્વામિત્વ કહ્યું છે. એટલે વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઓથે-૧૦૪, મિથ્યાત્વે-૧૦૩, સાસ્વાદને-૯૬, મિશ્ન-૭૦ અને સમ્યકત્વગુણઠાણે-૭૨ કર્મપ્રકૃતિ બંધાય છે.
વૈક્રિયમિશ્રકાયયોગ દેવ-નારકોને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ત્યાં પહેલું, બીજું અને ચોથુ ગુણઠાણ હોય છે. ત્રીજાં ગુણઠાણ હોતું નથી. અને દેવ-નારકો નિરુપક્રમી આયુષ્યવાળા હોવાથી, પોતાના ચાલુ ભવના ૬ માસ બાકી રહે, ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી વૈક્રિયમિશ્રકાયયોગમાં મનુષ્યા, અને તિર્યંચાયુ બંધાતું નથી. એટલે વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં ઓથે ૧૦૪માંથી મનુષ્યા, અને તિર્યંચા, વિના ૧૦૨, મિથ્યાત્વે ૧૦૧ અને સાસ્વાદને-૯૪ બંધાય છે. તેમાંથી અનંતાનુબંધી વગેરે ૨૪ પ્રકૃતિનો બંધવિચ્છેદ થવાથી ૭૦ રહે, તેમાં જિનનામ ઉમેરવાથી કુલ ૭૧ કર્મપ્રકૃતિ સમ્યકત્વગુણઠાણે બંધાય છે.
૬૫