________________
ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં બંધસ્વામિત્વ :ઔદારિકમિશ્રયોગમાં બંધસ્વામિત્વ :आहारछग विणोहे, चउदससउ मिच्छि जिणपणगहीणं । सासणि चउनवइ विणा, तिरिअ-नराऊ-सुहुमतेर ॥१४॥ आहारषट्के विनौघे, चतुर्दशशतं मिथ्यात्वे जिनपञ्चकहीनम् । सास्वादने चतुर्नवतिर्विना, तिर्यग्नरायुः सूक्ष्मत्रयोदश ॥१४॥
ગાથાર્થ -ઔદારિકમિશ્નકાયયોગ માર્ગણામાં આહારકષક વિના ઓથે ૧૧૪ કર્મપ્રકૃતિ બંધાય છે. મિથ્યાત્વે જિનનામાદિ પાંચ વિના ૧૦૯ કર્મપ્રકૃતિ બંધાય છે અને સાસ્વાદનગુણઠાણે તિર્યંચાયુ, મનુષ્યાય અને સૂક્ષ્મનામકર્મદિ-૧૩ વિના ૯૪ પ્રકૃતિ બંધાય છે.
વિવેચન - મનુષ્ય અને તિર્યંચના ભવમાં ઉત્પત્તિના બીજા સમયથી માંડીને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ હોય છે તે વખતે જીવ પહેલે, બીજે કે ચોથે ગુણઠાણે હોય છે અને કેવલી મુદ્દાત કરતી વખતે બીજા-છઠ્ઠાસાતમા સમયે ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. એટલે ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં ૧લું, રજું, ૪થું અને ૧૩મું, ગુણઠાણુ હોય છે. ઓધે-૧૧૪ પ્રકૃતિનો બંધ :
ઔદારિકમિશ્રકાયયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ત્યાં સંયમનો અભાવ હોવાથી આહારદ્ધિક બંધાતું નથી અને સામાન્યથી અપર્યાપ્તાવસ્થામાં અતિશય સંકલેશ કે અતિશયવિશુદ્ધિ ન હોવાથી દેવગતિ કે નરકગતિ પ્રાયોગ્ય કર્મબંધ થતો નથી. વિશેષથી સમ્યગ્દષ્ટિ તિર્યંચમનુષ્ય દેવગતિ પ્રાયોગ્ય જ કર્મબંધ કરે છે. અન્યગતિ પ્રાયોગ્ય કર્મબંધ કરી શકતા નથી. તેથી તિર્યંચ-મનુષ્યને સમ્યકત્વગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિક બંધાય છે પણ મિથ્યાત્વગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં