________________
મિશકાયયોગ (૧૧) વૈક્રિયકાયયોગ (૧૨) વૈક્રિયમિશ્રકાયયોગ (૧૩) આહારકડાયયોગ (૧૪) આહારકમિશ્નકાયયોગ અને (૧૫) કાર્મણકાયયોગ” એમ કુલ ૧૫ છે.
સયોગીકેવલીભગવંતો સત્યમનોયોગ, અસત્ય-અમૃષા મનોયોગ, સત્યવચનયોગ અને અસત્ય-અમૃષાવચનયોગવાળા હોવાથી એ-૪ માર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ બંધસ્વામિત્વ જાણવું અને અસત્યમનોયોગ, સત્યાસત્યમનોયોગ, અસત્યવચનયોગ અને સત્યાસત્યવચનયોગ એ-૪ માર્ગણામાં ૧ થી ૧૨ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ બંધસ્વામિત્વ જાણવું.
અહીં મનરહિત માત્ર વચનયોગવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિક્રિય અને અસંક્ષીપંચેન્દ્રિય જીવોમાં વિકસેન્દ્રિયની જેમK બંધસ્વામિત્વ જાણવું. તથા મનરહિત અને વચનયોગ રહિત માત્ર કાયયોગવાળા એકેન્દ્રિયજીવોમાં એકેન્દ્રિયમાર્ગણાની જેમ બંધસ્વામિત્વ જાણવું. ઔદારિકકાયયોગ માર્ગણામાં બંધસ્વામિત્વ -
દારિકકાયયોગમાં મનુષ્યગતિની જેમ બંધસ્વામિત્વ જાણવું. કારણકે ઔદારિકશરીર તિર્યંચ-મનુષ્યને જ હોય છે. તેમાંથી તિર્યંચોને પાંચ જ ગુણઠાણા હોય છે અને મનુષ્યને ૧૪ ગુણઠાણા હોય છે. એટલે તિર્યંચ કરતાં મનુષ્યને ઘણા ગુણઠાણા હોય છે અને ઘણી કર્મપ્રકૃતિનો બંધ હોય છે. તેથી મનુષ્યગતિની જેમ ઔદારિકકાયયોગ માર્ગણાનું બંધસ્વામિત્વ કહ્યું છે. (१८) मनोरहित वाग्योगे विकलेन्द्रियभङ्गः। केवलकाययोगे त्वेकेन्द्रियभङ्गः ।
(ત્રીજાકર્મગ્રન્થની અવચૂર્ણિ.)
૫૬