________________
પંચેન્દ્રિય, ત્રસકાય, ગતિ=સ અને યોગમાર્ગણામાં બંધસ્વામિત્વ :
ओहु पणिंदि तसे, गइतसे जिणिक्कार नरतिगुच्चविणा । मणवयजोगे ओहो, उरले नरभंगु तम्मिस्से ॥१३॥ ओघः पञ्चेद्रियत्रसे गतित्रसे जिनैकादश नरत्रिकोच्चं विना । मनवचोयोगे ओघ औदारिके नरभंगुस्तन्मिश्रे ॥१३॥
ગાથાર્થ - પંચેન્દ્રિય જાતિ અને ત્રસકાયમાર્ગણામાં ઓઘબંધ જાણવો. ગતિત્રસમાં જિનનામકર્મ વગેરે ૧૧, મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્ર એમ કુલ ૧૫ વિના ૧૦૫ કર્મપ્રકૃતિ બંધાય છે. મનોયોગ અને વચનયોગમાં ઓઘબંધ જાણવો. ઔદારિકકાયયોગમાં મનુષ્યગતિ પ્રમાણે બંધસ્વામિત્વ જાણવું.
વિવેચન - પંચેન્દ્રિય અને ત્રસકાય માર્ગણામાં ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે અને તે જીવો મરીને ચારગતિમાં જઈ શકે છે તેથી ૧થી૧૩ ગુણઠાણા સુધી કર્મસ્તવમાં કહ્યાં મુજબ બંધસ્વામિત્વ જાણવું. ગતિત્રસમાં બંધસ્વામિત્વ -
ત્રસજીવો બે પ્રકારે છે. (૧) લબ્ધિત્રસ (૨) ગતિ=સ.
(૧) જે જીવો ત્રસનામકર્મના ઉદયવાળા હોય છે, તે લબ્ધિત્રસ કહેવાય છે અને (૨) જે જીવો સ્થાવર નામકર્મના ઉદયવાળા હોવા છતાં પણ સાહજિક રીતે જ ઉર્ધ્વગમનાદિ ક્રિયા કરવાના સ્વભાવવાળા હોય છે, તે ગતિત્રસ કહેવાય છે. તે જીવો ૨ પ્રકારે છે.
(૧) તેઉકાય (૨) વાઉકાય.
(૧૬) ગતિ-૨ (મનુ0, તિર્યંચ) + પંચજાતિ) + શ૦૩ + અં૦ +
સં૦૫ + સં૦૫ + વર્ણાદિ-૪ + આનુ૦૨ + વિહા૦૨ = ૨૫ + પ્ર૮૬ (અગુરુલઘુ-૪, નિર્માણ, ઉદ્યોત) + ત્રણ-૧૦ + સ્થા૦૬ (અસ્થિરષક) = ૪૭
૫૪