________________
નથી. અહીં સુધી દેવ-નારકોનું બંધસ્વામિત્વ સરખું છે. પણ હવે થોડો તફાવત પડે છે. કારણકે નારકો મરીને સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી અને દેવો મરીને માત્ર સૂક્ષ્મએકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી પણ બાદ૨એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ શકે છે. કારણકે જે દેવને રત્નોમાં અત્યંત આશક્તિ હોય છે, તે દેવ મરીને બાદર પૃથ્વીમાં (રત્નોમાં) ઉત્પન્ન થઇ શકે છે. જે દેવને વાવડીમાં અત્યંત આશક્તિ હોય છે, તે દેવ મરીને બાદરઅણૂકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. અને જે દેવને કમળમાં અત્યંત આશક્તિ હોય છે, તે દેવ મરીને પ્રત્યેકવનસ્પતિમાં (કમળમાં) ઉત્પન્ન થઇ શકે છે. એટલે દેવો એકેન્દ્રિય ભવને યોગ્ય એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને આતપ એ ત્રણ પ્રકૃતિ વધા૨ે બાંધે છે. એટલે દેવો ઓઘે ૧૦૪ બાંધે છે. મિથ્યાત્વે તીર્થંકરનામકર્મ વિના ૧૦૩ બાંધે છે. નારકોની જેમ સાસ્વાદને-૯૬ બાંધે છે. મિન્ને-૭૦ બાંધે છે અને સમ્યક્ત્વ-૭૨ બાંધે છે.
એ પ્રમાણે, સામાન્યથી દેવોનું બંધસ્વામિત્વ કહ્યું. હવે દેવોના અવાંતરભેદમાં બંધસ્વામિત્વ કહે છે. સૌધર્મ-ઇશાન દેવોનું બંધસ્વામિત્વ :
સામાન્યથી દેવગતિના બંધસ્વામિત્વની જેમ સૌધર્મદેવલોકમાં રહેલા દેવો અને ઇશાનદેવલોકમાં રહેલા દેવોનું બંધસ્વામિત્વ જાણવું. એટલે પહેલા બે દેવલોકમાં રહેલા દેવો ઓથે દેવત્રિકાદિ-૧૬ વિના ૧૦૪ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાંથી તીર્થંકરનામકર્મ વિના મિથ્યાત્વે ૧૦૩ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાંથી એકેન્દ્રિયત્રિક અને નપુંસકચતુષ્ક વિના સાસ્વાદને-૯૬ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાંથી અનંતાનુબંધી વગેરે ૨૫ અને મનુષ્યાયુ વિના ૭૦ કર્મપ્રકૃતિને મિશ્ર બાંધે છે. તેમાં મનુષ્યાયુ અને જિનનામકર્મ ઉમેરવાથી સમ્યક્ત્વ-૭૨ કર્મપ્રકૃતિને બાંધે છે.
૪૭