________________
અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો ઓધે અને મિથ્યાત્વે જિનનામાદિ-૧૧ વિના ૧૦૯ કર્મપ્રકૃતિને બાંધે છે. દેવગતિમાં બંધસ્વામિત્વ - દેવગતિમાં ૧થી ૪ ગુણઠાણે બંધસ્વામિત્વ - निरयव्व सुरा नवरं आहे मिच्छे इगिंदितिग सहिया ।
Mો વિ ય પર્વ, નિબળહીણો ગોરૂ-નવા-વપt | ૨૦ | निरया इव सुरा नवरमोघे मिथ्यात्वे एकेन्द्रियत्रिक सहिताः । कल्पद्विकेऽपि चैवं जिनहीना ज्योतिष भवनवने ॥ १०॥
ગાથાર્થ - સામાન્યથી દેવો નરકગતિની જેમ કર્યપ્રકૃતિને બાંધે છે. પરંતુ ઓધે અને મિથ્યાત્વે એકેન્દ્રિયત્રિક સહિત બંધ જાણવો. એ જ પ્રમાણે (સામાન્યથી દેવગતિની જેમ) પહેલા બે દેવલોકમાં બંધ જાણવો અને જ્યોતિષ, ભવનપતિ અને વ્યંતરમાં તીર્થકર નામકર્મ વિના બંધ જાણવો.
વિવેચન - સામાન્યથી દેવગતિમાં નારકોની જેમ બંધસ્વામિત્વ જાણવું. કારણકે દેવો મરીને દેવગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થતા નથી તેથી દેવત્રિક, વૈક્રિયદ્ધિક કે નરકત્રિકને બાંધતા નથી અને દેવો પણ વધુમાં વધુ ચાર જ ગુણઠાણા પ્રાપ્ત કરી શકે છે તેથી અપ્રમત્તચારિત્ર પ્રાપ્ત થતું નથી. એટલે આહારકદ્ધિકને બાંધી શકતા નથી.
દેવો મરીને સૂક્ષ્મએકેન્દ્રિય કે વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તેથી સૂક્ષ્મત્રિક અને વિકલેન્દ્રિયત્રિકને બાંધતા નથી. એટલે નારકોની જેમ દેવો પણ ભવસ્વભાવે જ દેવદ્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિને બાંધતા (૧૨)પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા અવિરતસમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો અપર્યાપ્ત
અવસ્થામાં દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિકને બાંધી શકે છે અને મનુષ્યો જિનનામકર્મને પણ બાંધી શકે છે. એટલે લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને કરણઅપર્યાપ્તાવસ્થામાં ૧૧૩ અને ૧૧૪ કર્મપ્રકૃતિ બંધાય છે. પણ લબ્ધિઅપર્યાપ્ત અવસ્થામાં-૧૦૯ પ્રકૃતિ જ બંધાય છે.
૪૬