________________
ગાથાનં૦૪માં દેવદ્ધિકાદિ-૧૯ કર્મપ્રકૃતિ કાઢવાની કહી છે. એટલે જિનનામાદિ-પપ કર્મપ્રકૃતિના ક્રમમાં જ્યાં દેવગતિ છે ત્યાંથી શરૂઆત કરીને આપ સુધીની ૧૯ કર્મપ્રકૃતિ કાઢી નાંખવી. એ જ રીતે, ગાથાનં૦૪માં નપુંસકચતુષ્ક ઓછું કરવાનું કહ્યું છે એટલે જિનનામાદિપપ કર્મપ્રકૃતિના ક્રમમાં જ્યાં નપુંસક છે ત્યાંથી છેવટ્ટ સુધીની-૪ કર્મપ્રકૃતિ કાઢી નાંખવી.
એ રીતે, આ ગ્રન્થમાં જ્યાં દેવદ્રિકાદિ-૧૯, નપુંસકચતુષ્ક વગેરે કહ્યું છે. ત્યાં તે સર્વે કર્મપ્રકૃતિના નામો ન લખેલા હોવા છતાં પણ તે તે પ્રકૃતિ જણાઈ જાય છે. તેથી અભ્યાસુવર્ગને બંધસ્વામિત્વનો બોધ સહેલાઈથી થઈ શકે છે. નરકગતિ માર્ગણામાં બંધસ્વામિત્વ :નરકગતિમાં પહેલે-બીજે ગુણઠાણે બંધસ્વામિત્વ - सुरइगुणवीसवजं, इगसउ ओहेण बंधहि निरया । तित्थविणा मिच्छि सयं, सासणि नपुचउविणा छनुई ॥४॥ सुरैकोनविंशतिवर्जं एकशतमोघेन बघ्नन्ति निरयाः । तीर्थं विना मिथ्यात्वे शतं, सास्वादने नपुंसकचतुष्कं विना षण्णवतिः ॥४॥
ગાથાર્થ :- પહેલી ત્રણ નરકમાં રહેલા નારકો સુરદ્ધિકાદિ૧૯ કર્મપ્રકૃતિ વિના ઓથે ૧૦૧ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાંથી તીર્થંકર નામકર્મ વિના ૧૦૦ પ્રકૃતિને મિથ્યાત્વગુણઠાણે બાંધે છે. અને નપુંસકચતુષ્ક વિના ૯૬ કર્મપ્રકૃતિને સાસ્વાદનગુણઠાણે બાંધે છે.
વિવેચન :- ગ્રંથકાર ભગવંત સૌ પ્રથમ સામાન્યથી નરકગતિમાં બંધસ્વામિત્વને કહે છે. ત્યાર પછી (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમ:પ્રભામાં બંધસ્વામિત્વને કહે છે.
૩૧