________________
તો ગ્રન્થ મોટો થઈ જવાથી, અભ્યાસુવર્ગ સહેલાઈથી બોધ કરી શકતો નથી એટલે સંક્ષેપમાં અનેક કર્મપ્રકૃતિઓનો બોધ કરી શકાય. એ હેતુથી, ગ્રન્થકાર ભગવંતે જે કર્મપ્રકૃતિને વારંવાર કાઢી નાખવાની હોય કે ઉમેરવાની હોય, તે સર્વેને બીજી અને ત્રીજી ગાથામાં ક્રમશઃ ગોઠવી આપી છે.
અહીં (૧) જિનનામ (૨) દેવગતિ (૩) દેવાનુપૂર્વી (૪) વૈક્રિયશરીર (૫) વૈક્રિયઅંગોપાંગ (૬) આહારકશરીર (૭) આહારક અંગોપાંગ (૮) દેવાયુષ્ય (૯) નરકગતિ (૧૦) નરકાનુપૂર્વી (૧૧) નરકાયુષ્ય (૧૨) સૂક્ષ્મ (૧૩) અપર્યાપ્ત (૧૪) સાધારણ (૧૫) બેઈન્દ્રિય (૧૬) ઈન્દ્રિય (૧૭) ચઉરિક્રિયજાતિ (૧૮) એકેન્દ્રિય (૧૯) સ્થાવર (૨૦) આતપ (૨૧) નપુંસકવેદ (૨૨) મિથ્યાત્વ (૨૩) હુડકસંસ્થાન (૨૪) છેવટું સંઘયણ (૨૫) અનંબેક્રોધ (૨૬) અનંબેમાન (૨૭) અનં૦માયા (૨૮) અનં૦લોભ (૨૯) ચોધ (૩૦) સાદિ (૩૧) વામન (૩૨) કુન્જ (૩૩) ઋષભનારાંચ (૩૪) નારાચ (૩૫) અર્ધનારાચ (૩૬) કીલિકા (૩૭) અશુભવિહાયોગતિ (૩૮) નીચગોત્ર (૩૯) સ્ત્રીવેદ (૪૦) દૌર્ભાગ્ય (૪૧) દુઃસ્વર (૪૨) અનાદેય (૪૩) થીણદ્ધિનિદ્રા (૪૪) નિદ્રાનિદ્રા (૪૫) પ્રચલાપ્રચલા (૪૬) ઉદ્યોત (૪૭) તિર્યંચગતિ (૪૮) તિર્યંચાનુપૂર્વી (૪૯) તિર્યંચાયુષ્ય (૫૦) મનુષ્પાયુષ્ય (૫૧) મનુષ્યગતિ (૫૨) મનુષ્યાનુપૂર્વી (૫૩) ઔદારિકશરીર (૫૪) દારિક અંગોપાંગ (૫૫) વજઋષભનારાચ સંઘયણ... એ રીતે, કર્મપ્રકૃતિઓ ગોઠવેલી છે.
આ ક્રમ પ્રમાણે જે સ્થળે જેટલી કર્મપ્રકૃતિ કાઢવાની કે ઉમેરવાની કહી હોય, ત્યાં તેટલી કર્મપ્રકૃતિ કાઢવી અને ઉમેરવી. દા.ત.
૩૦