________________
પ્રશ્ન :- (૪૦) કઈ પ્રકૃતિનો બંધ સર્વેમાર્ગણામાં હોય ? જવાબ :- એક જ શતાવેદનીયનો બંધ સર્વેમાર્ગણામાં હોય છે. બીજી કોઈ પણ પ્રકૃતિનો બંધ સર્વેમાર્ગણામાં હોતો નથી. પ્રશ્ન :- (૪૧) કેટલી માણામાં ઓઘબંધ ઘટી શકે છે ? જવાબ :- પંચેન્દ્રિય, ત્રસકાય, મનોયોગ, વચનયોગ, સામાન્યથી કાયયોગ, [આહારકકાયયોગ, આહારકમિશ્રયોગ] ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શન, ૭ સંયમ, કૃષ્ણાદિ-૩ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષાયિક, ક્ષયોપશમ, સાસ્વાદન, મિશ્ર, મિથ્યાત્વ, સંજ્ઞી, અસંજ્ઞી અને આહારી એમ કુલ-૪૪ માર્ગણામાં ઓઘબંધ ઘટી શકે છે.
ઉદયસ્વામિત્વ
પ્રશ્ન :- (૪૨) સમ્યકત્વગુણઠાણે કઈ નરકમાં નરકાનુપૂર્વનો ઉદય હોતો નથી ? જવાબ :- પંચસંગ્રહકારનાં મતે ઃ તિર્યંચ-મનુષ્યો સમ્યક્ત લઇને પ્રથમ નરક સુધી જ જઈ શકે છે. તેથી પહેલી નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ બીજી વગેરે નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી.
- કર્મગ્રન્થકારનાં મતે : ક્ષાયિકસમ્યકત્વી જીવ ૧થી ૩ નરક સુધી જ જઈ શકે છે. તેથી ૧થી ૩ નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ ચોથી વગેરે નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી.
• સિદ્ધાંતનાં મતે : લાયોપથમિક સમ્યકત્વી જીવ ૧થી ૬ નરક સુધી જઈ શકે છે. તેથી ૧થી૬ નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. પણ સાતમી નરકમાં સમ્યકત્વગુણઠાણે નરકાનુપૂર્વીનો ઉદય હોતો નથી.
૨૭૩