________________
બંધ ચાલુ રહે છે. પરંતુ તીર્થંકરનામકર્મની સત્તાવાળો જીવ વૈમાનિકદેવમાં કે પહેલી ત્રણ નરકમાં જ ઉત્પન્ન થઇ શકે છે. ભવનપત્યાદિક ત્રણ પ્રકારના દેવમાં કે પંકપ્રભાદિ-૪ નરકમાં ઉત્પન્ન થતો નથી. તેથી ત્યાં તીર્થંકર નામકર્મ બંધાતું નથી...
પ્રશ્ન :- (૧૨) એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય કઈ ગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકે છે ? અને કઈ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી ?
જવાબ :- એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય મરીને લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચમનુષ્ય કે લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઇ શકે છે પણ યુગલિક તિર્યંચ-મનુષ્ય કે દેવ-નરકમાં ઉત્પન્ન થઇ શકતા નથી. તેથી લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય કે લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકે છે પણ યુગલિક તિર્યંચ-મનુષ્ય કે દેવ-નરક પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકતા નથી.
પ્રશ્ન :- (૧૩) એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવો સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ અને તિર્યંચાયુને કેવી રીતે બાંધી શકે ? કારણકે તે જીવોને ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. તેથી ત્યાંથી પડીને સાસ્વાદન ગુણઠાણે આવવાનું હોતું નથી અને પૂર્વભવમાંથી સાસ્વાદનગુણઠાણુ લઈને આવેલા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયજીવોને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણુ હોય છે, તે વખતે પરભવાયુનો બંધ થતો નથી. કારણકે પહેલી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ પરભવાયુનો બંધ થઇ શકે છે. તેથી જ્યારે સાસ્વાદન ગુણઠાણુ હોય છે ત્યારે પરભવાયુનો બંધ થઇ શકતો નથી. અને જ્યારે પરભવાયુનો બંધ થાય છે ત્યારે સાસ્વાદનગુણઠાણુ હોતું નથી. એટલે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ અને તિર્યંચાયુને કેવી રીતે બાંધી શકે ?
જવાબ :- ગ્રન્થકારભગવંતે ગાથા નં૦૧૩માં કહ્યું છે કે, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવો સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુ અને તિર્યંચાયુને બાંધી શકે
૨૬૧