________________
સુધીના દેવો અને ભવનપત્યાદિક ચારે પ્રકારના સમ્યગદષ્ટિદેવો માત્ર મનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે મનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધે છે. પ્રશ્ન :- (૧૦) ભવનપતિથી માંડીને પહેલા બે દેવલોક સુધીના દેવો તેઉકાય અને વાઉકાયમાં કેમ ઉત્પન્ન થતા નથી ? જવાબ :- સામાન્યથી જીવ આયુષ્ય કર્મ બાંધતી વખતે જે પદાર્થમાં આસક્ત હોય તે પદાર્થમાં ઉત્પન્ન થઈ શકે એવું આયુષ્ય બાંધી શકે છે. જેમકે, ભવનપતિથી માંડીને પહેલા બે દેવલોક સુધીના દેવો જ્યારે રત્નમાં, વાવડીના જલમાં કે કમળોમાં આસક્ત બનેલા હોય છે. ત્યારે જો પરભવનું આયુષ્ય બંધાઈ જાય, તો તેને બાદર પૃથ્વીકાય, બાદર અપૂકાય કે પ્રત્યેકવનસ્પતિમાં ઉત્પન્ન થવું પડે છે.
એ રીતે, દેવોને બાદરતેઉકાય કે વાઉકાયમાં આસક્ત થવાનો સંભવ નથી. કારણ કે બાદરઅગ્નિ અઢીદ્વીપની અંદર જ હોય છે. દેવલોકમાં બાદર અગ્નિ નથી તેથી, તેમાં આસક્ત થવાનો સંભવ નથી અને દેવલોકમાં ઠંડી કે ગરમી હોતી નથી. તેથી દેવોને ઠંડા પવનથી ખુશ થવાનું હોતું નથી. એટલે વાઉકાયમાં પણ આસક્ત થવાનો સંભવ નથી. તેથી ભવનપતિથી માંડીને પહેલા બે દેવલોક સુધીના દેવો તેઉકાય અને વાઉકાયમાં ઉત્પન્ન થતા નથી. પ્રશ્ન :- (૧૧) ક્યા દેવ-નારકો તીર્થકર નામકર્મને બાંધી શકતા નથી? શા માટે ? જવાબ :- ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવલોકના દેવો અને પંકપ્રભાદિ-૪ નરકમાં રહેલા નારકો તીર્થકર નામકર્મને બાંધી શકતા નથી. કારણકે તે ક્ષેત્રનો પ્રભાવ એવો છે કે, ત્યાં રહેનારા જીવોને સમ્યકત્વ હોવા છતાં તીર્થંકરનામકર્મના બંધને યોગ્ય અધ્યવસાય ન આવી શકવાથી તીર્થકર નામકર્મ બંધાતુ નથી અને જે જીવને તીર્થકર પરમાત્મા થવાનું છે. તે છેલ્લા ત્રણ ભવ બાકી રહે છે ત્યારે તીર્થકરનામકર્મનો નિકાચિત બંધ કરે છે. ત્યાર પછી ત્રણે ભવમાં ચોથા ગુણઠાણાથી ૮માં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત તીર્થંકરનામકર્મનો
૨૬૦