________________
સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચોથાગુણઠાણે સમજવું. પહેલા અને ત્રીજાગુણઠાણે તીર્થંકરનામકર્મ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. બીજાગુણઠાણે તીર્થંકરનામકર્મ અને આહા૦૪ વિના ૧૪૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને સયોગીગુણઠાણે ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું......
વિવેચન :- તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે જિનનામ, મનુષ્યાયુ, નરકાયુ અને દેવાયુ વિના ૧૪૪ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* તેઉકાય અને વાઉકાય મરીને, દેવ-નરક અને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી દેવાયુ, નરકાયુ અને મનુષ્યાયુને બાંધવાનું હોતું નથી. તેથી તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં દેવાદિ-૩ આયુષ્યની સત્તા હોતી નથી. અને નિકાચિત જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી. તેથી તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં જિનનામની સત્તા હોતી નથી. ઔદારિકમિશ્રયોગમાં સત્તાસ્વામિત્વઃ
ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ઓઘે નરકાયુ અને દેવાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. કારણકે તિર્યંચ-મનુષ્યને ૧૯અપર્યાપ્તાવસ્થામાં જ ઔદારિકમિશ્રયોગ હોય છે. અને તિર્યંચ-મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ દેવાયુ અને નકાયુને બાંધી શકે છે. તે વખતે તેઓને ઔદારિકકાયયોગ હોય છે પણ ઔદારિકમિશ્રયોગ હોતો નથી. તેથી ઔદારિકમિશ્રયોગમાં દેવાયુ અને નરકાયુની સત્તા હોતી નથી.
(૧) મિથ્યાત્વગુણઠાણે દેવાયુ-નરકાયુ અને જિનનામ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે.
(૧૯) સિદ્ધાંતના મતે ઉત્તરવૈક્રિયશરીરના પ્રારંભકાળે અને આહારકશરીરના પ્રારંભકાળે ઔદારિકમિશ્રયોગ હોય છે અને કેટલાક ગ્રન્થોમાં તે બન્ને શરીરને છોડતી વખતે ઔદારિકમિશ્રયોગ માનેલો છે. એટલે સિદ્ધાંતના મતે પર્યાપ્તાવસ્થામાં પણ ઔમિશ્રયોગ હોય છે પણ તેની અહીં વિવક્ષા કરવામાં આવી નથી.
૨૩૭