________________
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞા૦૫ + દ ૯ + વે૦૨ + મોહ૦૨૮ + તિર્યંચાયુ + નામ-૮૮ [જિન), આહા૦૪ વિના] + ગોવર + અંતo૫ = ૧૪૦ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદન ગુણઠાણ હોય છે. તે વખતે પરભવનું આયુષ્ય બંધાતું નથી. કારણકે લબ્ધિ-પર્યાપ્તા જીવો સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરભવનું આયુષ્ય બાંધી શકે છે. એટલે એકેન્દ્રિયાદિ સાતમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે મનુષ્યાયુની સત્તા હોતી નથી. તેથી માત્ર ભોગવાતું તિર્યંચઆયુષ્ય જ સત્તામાં હોય છે.
* એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે આહારક ચતુષ્કની સત્તા નહીં હોવાનું કારણ તિર્યંચગતિમાં કહ્યાં મુજબ સમજી લેવું....
એકેન્દ્રિયમાણામાં ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૧ અને ૧૪૫ એમ કુલ ૧૧ સત્તાસ્થાન હોય છે. તેઉકાય-વાઉકાયમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃતેઉકાય, વાઉકાય અને ઔદારિકમિશ્રયોગમાં સત્તાસ્વામિત્વ :चउआलीससयं जिण-तिआउहीणाऽत्थि तेउवाऊसुं । णिरयामराउगूणा, छायालसयं उरलमीसे ॥१८॥ एमेव चउत्थे विण, तित्थं पढमतइएसु सासाणे । तित्थाहारचउक्कं, विणा सजोगिम्मि ओघव्व ॥१९॥
ગાથાર્થ :- તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં જિનનામ, મનુષ્યાયુ, દેવાયુ અને નરકાયુ વિના ૧૪૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. ઔદારિકમિશ્નમાં નરકાયું અને દેવાયુ વિના ૧૪૬ પ્રકૃતિ
૨૩૬