________________
માંડનારા જીવને નવમાગુણઠાણે જ્યાં સુધી સંક્રોધનો ઉદય હોય છે ત્યાં સુધી જ સંક્રોધમાર્ગણા હોય છે. સંમાનોદયે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણે જ્યાં સુધી સંમાનનો ઉદય હોય છે ત્યાં સુધી જ સંમાનમાર્ગણા હોય છે અને સંમાયાના ઉદયે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણે જ્યાં સુધી સંમાયાનો ઉદય હોય છે. ત્યાં સુધી જ સંમાયામાર્ગણા હોય છે. એટલે નવમાગુણઠાણાના અમુક-અમુક ભાગ સુધી જ પુવેદાદિ પાંચે માર્ગણા હોય છે. પુરુષવેદમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ
સત્તાની અપેક્ષાએ નવમા ગુણઠાણાના ૯ ભાગ પાડવામાં આવ્યા છે. તેમાંથી પાંચમા ભાગના અંત સુધી પુરુષવેદનો ઉદય હોય છે. તેથી પુરુષવેદમાર્ગણા પાંચમાભાગના અંત સુધી જ હોય છે. એટલે પુરુષવેદમાર્ગણામાં નવમા ગુણઠાણાના પાંચમા ભાગ સુધી પંચેન્દ્રિયમાર્ગણાની જેમ સત્તાસ્વામિત્વ જાણવું...
પુરુષવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી ૧૩૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી સ્થાવરાદિ-૧૬ પ્રકૃતિનો ક્ષય થવાથી, બીજાભાગે ૧૨૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી મધ્યમકષાયાષ્ટકનો ક્ષય થવાથી ત્રીજાભાગે ૧૧૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી નપુંસકવેદનો ક્ષય થવાથી ચોથાભાગે ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. તેમાંથી સ્ત્રીવેદનો ક્ષય થવાથી પાંચમા ભાગે ૧૧૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે પુવેદનો ઉદયવિચ્છેદ થાય છે તે જ સમયે પુવેદમાર્ગણા પૂર્ણ થાય છે. એટલે પુવેદમાર્ગણામાં છેલ્લે ૧૧૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. સ્ત્રીવેદમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ
સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નવમા ગુણઠાણાના ચોથાભાગના અંત સુધી સ્ત્રીવેદનો ઉદય હોય છે. તેથી સ્ત્રીવેદમાર્ગણા નવમા ગુણઠાણાના ચોથાભાગ સુધી જ હોય છે. એટલે સ્ત્રીવેદ
૨૨૯