________________
વૈક્રિયકાયયોગમાર્ગણામાં ૧૩૩ થી ૧૪૮ સુધીના કુલ ૧૬ સત્તાસ્થાન હોય છે.
અસંયમમાર્ગણામાં ૧થી૪ ગુણઠાણા સુધી અને અશુભલેશ્યા માર્ગણામાં ૧થી૪ અથવા ૧થી ૬ ગુણઠાણા સુધી ઓઘની જેમ [પંચેન્દ્રિયમાર્ગણાની જેમ] સત્તાસ્વામિત્વ જાણવું....
* જેને પૂર્વે નરકાયુ બાંધેલુ હોય એવો જીવ ક્ષયોપશમસમ્યક્ત્વ પામીને, જિનનામ નિકાચિત કરે છે. તેને નરકમાં જતી વખતે છેલ્લુ એક અંતર્મુહૂર્ત બાકી રહે છે. ત્યારે મિથ્યાત્વગુણઠાણુ આવી જાય છે. તે વખતે અશુભલેશ્યા પણ આવી જાય છે. તેથી અશુભલેશ્યામાં મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોઈ શકે છે. વેદ અને કષાયમાર્ગણામાં સત્તાસ્વામિત્વ :સ્ત્રી-પુવેદ અને ક્રોધાદિ ત્રણ માર્ગણામાં સત્તાસ્વામિત્વ :बारसयं तेरसयं, जा पुमथीसु नवमे कमाऽज्जाई । पण चउतिजुअसयं जा कोहाइतिगे कमा णवमे ॥ १३ ॥
ગાથાર્થ ઃ- પુરુષવેદ અને સ્ત્રીવેદમાર્ગણામાં ૧થી૯ ગુણઠાણા હોય છે. ત્યાં અનુક્રમે છેલ્લે ૧૧૨ અને ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. તથા ક્રોધાદિ-૩ માર્ગણામાં નવમે ગુણઠાણે અનુક્રમે છેલ્લે ૧૦૫... ૧૦૪...અને ૧૦૩.... પ્રકૃતિ સત્તામાં હોય છે.
વિવેચનઃ પુવેદમાર્ગણા, સ્ત્રીવેદમાર્ગણા, સંક્રોધમાર્ગણા, સં૦માનમાર્ગણા અને સંમાયામાર્ગણામાં ૧થી ૯ ગુણઠાણા હોય છે. પણ નવમાગુણઠાણાના અંત સુધી પુવેદાદિ-૫ માર્ગણાઓ હોતી નથી. કારણકે પુવેદે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણે જ્યાં સુધી પુવેદનો ઉદય હોય છે. ત્યાં સુધી જ પુવેદ માર્ગણા હોય છે. સ્ત્રીવેદે શ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણે જ્યાં સુધી સ્ત્રીવેદનો ઉદય હોય છે ત્યાં સુધી જ સ્ત્રીવેદમાર્ગણા હોય છે. સંક્રોધોદયે શ્રેણી
૨૨૮