________________
મનુષ્યગતિમાર્ગણામાં ૧૧, ૧૨, ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, અને ૧૪૮ એમ કુલ ૪૯ સત્તાસ્થાન હોય છે. પંચેન્દ્રિયમાર્ગણામાં સત્તાસ્વામિત્વઃ
પંચેન્દ્રિયમાર્ગણામાં મનુષ્યગતિની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. પરંતુ તિર્યંચગતિમાર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે કહ્યાં મુજબ ૧૪૧૨૭નું એક જ સત્તાસ્થાન અધિક હોય છે. તેથી પંચેન્દ્રિયમાર્ગણામાં ૧૧, ૧૨, ૮૦, ૮૧, ૮૪, ૮૫, ૯૪ થી ૧૧૪, ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૨૭, ૧૩૦, ૧૩૧ અને ૧૩૩ થી ૧૪૮ એમ કુલ ૫૦ સત્તાસ્થાન હોય છે.
એ જ પ્રમાણે, ત્રસકાય અને ભવ્યમાર્ગણામાં સત્તાસ્વામિત્વ જાણવું... સત્યમનોયોગ, વ્યવહારમનોયોગ, સત્યવચનયોગ, વ્યવહાર વચનયોગ માર્ગણામાં ઓધની જેમ [મનુષ્યગતિની જેમ] ૧થી૧૩ ગુણઠાણા સુધી સત્તાસ્વામિત્વ જાણવું...
સામાન્યથી કાયયોગ, ઔકાયયોગ અને આહારી માર્ગણામાં ઓઘની જેમ ૧થી ૧૩ ગુણઠાણા સુધી સત્તાસ્વામિત્વ જાણવું.
(૧૪) ૭૮ની સત્તાવાળો જીવ તેઉ-વાઉમાંથી નીકળીને તિર્યંચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી શા૦૫ + ૬૦૯ + વે૦૨ + મોહ૦૨૬ + તિર્યંચાયુ+નામ-૭૮+નીચગોત્ર+અંત૦૫=૧૨૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર બંધાતુ હોવાથી ૧૨૭+૩=૧૩૦ પ્રકૃતિની સત્તા પ્રાપ્ત થાય છે.
૨૨૩