________________
નરકાયુ, તિર્યંચાયું અને જિનનામ વિના ૧૪૫ પ્રકૃતિ સત્તામાં હોય છે અને સમ્યકત્વગુણઠાણે ૧૪૫ + જિનનામ = ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* અનુત્તરદેવમાર્ગણામાં એક જ ચોથું ગુણઠાણું હોય છે. ત્યાં નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. કારણકે દેવ મરીને નરકમાં જતા નથી અને અનુત્તરદેવો મરીને તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેમને નરકાયુ અને તિર્યંચાયુની સત્તા હોતી નથી. આહારકદ્ધિકમાં સત્તાસ્વામિત્વઃ
આહારકકાયયોગ અને આહારકમિશ્રયોગમાર્ગણામાં છઠ્ઠાગુણઠાણે નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* જેને પૂર્વે નરકાયુ અને તિર્યંચાયુ બાંધેલું નથી એવો ચૌદપૂર્વધર પ્રમત્તસંયમી મહાત્મા જ આહારકલબ્ધિના વશથી આહારકશરીર બનાવી શકે છે.
આહારકકાયયોગમાર્ગણામાં સાતમું ગુણઠાણુ હોય છે ત્યાં પણ નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
અનુત્તરની જેમ આહારકદ્વિકનું સત્તાસ્વામિત્વ હોવાથી અનુત્તરની સાથે આહારકદિકનું સત્તાસ્વામિત્વા કહ્યું છે. મનુષ્યગતિ માર્ગણામાં સત્તાસ્વામિત્વઃમનુવ, પંચે, ત્રસ, ભવ્ય, યોગ, શુકલ અને આહારીમાં સત્તાસ્વામિત્વ - ओघव्व णरपणिंदियतसभवियेसु सयला गुणा तेर। दुमणवयण कायउरल सुक्काहारेसु पढमाऽत्थि ॥११॥
ગાથાર્થ - મનુષ્યગતિ, પંચેન્દ્રિય, ત્રસકાય, અને ભવ્ય માર્ગણામાં ઓઘની જેમ ૧થી ૧૪ ગુણસ્થાનકમાં સત્તાસ્વામિત્વ જાણવું. સત્યમનોયોગ, વ્યવહારમનોયોગ, સત્યવચનયોગ,
સત્તામાં હોય પણ
જ આહારકહિક
૨૧૮