________________
ભવનપત્યાદિકમાં સત્તાસ્વામિત્વ ઃ
ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કમાં સત્તાસ્વામિત્વ :णिरयाउ तित्थरहियं छचत्तअहियसयमत्थि भवणतिगे । तह चउगुणेसु वि णवरि, सयमाहारचउगस्स बीअगुणे ॥८ ॥ ગાથાર્થ :- ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્મમાર્ગણામાં નરકાયુ અને તીર્થંકરનામકર્મ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ જ પ્રમાણે, ચારે ગુણઠાણામાં સમજવું. પરંતુ બીજા ગુણઠાણે આહારકચતુષ્કનું સત્તાસ્વામિત્વ સ્વયં વિચારણીય છે.
વિવેચન : - ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કમાં ઓઘે નરકાયુ અને જિનનામ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* ભવનપતિ, વ્યંતર અને જ્યોતિદેવો તીર્થંકર નામકર્મને બાંધી શકતા નથી. અને ત્યાં જિનનામની સત્તાવાળો જીવ ઉત્પન્ન થતો નથી. એટલે ભવનપત્યાદિકમાં જિનનામની સત્તા હોતી `નથી.
પહેલા, ત્રીજા અને ચોથા ગુણઠાણે નરકાયુ અને જિનનામ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* ગ્રન્થકારભગવંતે કહ્યું છે કે, બીજાગુણઠાણે આહારકચતુષ્કની સત્તા ઘટી શકે? કે નહીં? એ સ્વયં વિચારવું.... કારણકે ઉપશમનાકરણ ગાથાનં૦ ૯૩માં કહ્યું છે કે, જે મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને સાસ્વાદનગુણઠાણે આવ્યા પછી જો કાળ કરે, તો તે અવશ્ય દેવ થાય છે. પરંતુ વૈમાનિકદેવ થાય એમ કહ્યું નથી. તેથી આહારકચતુષ્કની સત્તાવાળો મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને, સાસ્વાદને આવ્યા પછી જો કાળ કરીને, ભવનપત્યાદિકદેવમાં ઉત્પન્ન થઈ
(૧૨) વસુદેવ હીંડીમાં કહ્યું છે કે, ક્યારેક અપવાદરૂપે ભવનપતિમાંથી આવેલો પણ તીર્થંકર થઈ શકે છે પણ તે વિચત્ હોવાથી કર્મગ્રંથમાં ભવનપતિને તીર્થંકર નામકર્મની સત્તા કહી નથી.
૨૧૬