________________
(૨) સાસ્વાદન ગુણઠાણે જ્ઞા૦૫ + દ૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ૦૩ + નામ-૮૮ [આહા૦૪+જિનનામ વિના] + ગો૦૨ + અં૦ ૫ = ૧૪૨ પ્રકૃતિ સત્તામાં હોય છે.
જિનનામને નિકાચિત કરનારો જીવ સામાન્યથી ચોથા ગુણઠાણેથી નીચે ઉતરતો નથી. પરંતુ જે જીવે પહેલા નરકાયુષ્ય બાંધેલું હોય, તે કાલાંતરે ક્ષયોપશમસમ્યકત્વ પામીને, જિનનામને નિકાચિત કરે, તે જીવને નરકમાં જતી વખતે મનુષ્યભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નરકભવના પહેલા અંતમુહૂર્તમાં મિથ્યાત્વગુણઠાણુ આવી જાય છે એટલે તે જીવને મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા હોય છે. તે સિવાયનો કોઇપણ જીવ જિનનામની સત્તા લઈને ૪થા ગુણઠાણેથી નીચેના ગુણઠાણે આવતો નથી. એટલે બીજા-ત્રીજા ગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી.
* મનુષ્યગતિમાં જ આહારકચતુષ્કની સત્તા પ્રાપ્ત થાય છે. પછી તે જીવ આહારકચતુષ્કની સત્તા સહિત ચારે ગતિમાં જઈ શકે છે. તેથી ચારે ગતિમાં આહારકચતુષ્કની સત્તા હોય છે. પરંતુ કોઈપણ જીવ સાસ્વાદન ગુણઠાણુ લઇને નરકમાં જતો નથી. તેથી આહારકચતુષ્કની સત્તાવાળા જીવને પણ સાસ્વાદન ગુણઠાણુ લઇને નરકમાં જવાનું હોતું નથી. તેથી નારકોને સાસ્વાદનગુણઠાણે આહારક ચતુષ્ક સત્તામાં હોતું નથી....એટલે નારકોને સાસ્વાદન ગુણઠાણે જિનનામ અને આહારકચતુષ્ક વિના નામકર્મની ૮૮ પ્રકૃતિ જ સત્તામાં હોય છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞાપ+દOજ્વ૨મો૨૮+આયુ૦૩ન્નામ-૯૨ [જિનનામ વિના] + ગો૦૨+અં૦૫=૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે.
* કર્મગ્રંથનાં મતે :- જે મિથ્યાદષ્ટિ જીવ આહારકચતુષ્કની સત્તા સહિત નરકમાં ઉત્પન્ન થાય છે. તે અંતર્મુહૂર્તકાળ પછી ત્રીજા ગુણઠાણે
૨૦૪