________________
ગાથાર્થ :- ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં સમ્યક્ત્વાદિગુણઠાણે ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ ત્યાં સમો અને છેલ્લા પાંચ સંઘયણનો ઉદય હોતો નથી. કેટલાક આચાર્ય મ. સા.ના મતે પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યક્ત્વીને છેલ્લા પાંચ સંઘયણનો ઉદય હોય છે. તેમજ દેશવિરતિગુણઠાણે તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, ઉદ્યોત અને નીચગોત્રનો ઉદય હોતો નથી.
વિવેચન : - ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં ઓથે દર્શનસપ્તક, જાતિચતુષ્ક, અંતિમ પાંચસંઘયણ, આતપ અને સ્થાવરચતુષ્ક એમ કુલ-૨૧ વિના જ્ઞા૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૧ + આ૦૪ + ના૦૫૩+ ગો૦૨ + અંત૦૫ =૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* ક્ષાયિકસમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યને પ્રથમસંઘયણ જ હોય છે. પણ દુપ્પસહસૂરિજીની જેમ વિંચત પાંચભવ કરનારા ક્ષાયિકસમ્યક્ત્વીને છ સંઘયણમાંથી કોઇપણ સંઘયણનો ઉદય હોઇ શકે છે. તેથી પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યક્ત્વીને ઓથે ૧૦૧ + છેલ્લા પાંચ સંઘયણ ૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં ૪ થી ૧૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :
=
(૪) સમ્યક્ત્વગુણઠાણે કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૧૦૪ પ્રકૃતિમાંથી સ૦મો૦ અને છેલ્લા પાંચ સંઘયણ વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૧ + આ૦૪ + નામ-૫૦ [૫૩માંથી આહારકદ્ધિક અને જિનનામ વિના]+ગો૦૨+અંત૦૫ = ૯૮ પ્રકૃતિ = ઉદયમાં હોય છે.
(૫૦)ગતિ-૪ + પંચે જાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સં૦૬ + પ્રથમસં૦ + વર્ણાદિ૪ + આનુ૦૪ + વિહા૦૨=૩૦ + પ્ર૦૭ [અગુરુ૦ ૪, નિર્માણ, જિનનામ, ઉદ્યોત] + ત્રસાદિ-૧૦ + અસ્થિરષટ્ક = ૫૩.
૧૭૭