________________
(૪) સમ્યક્ત્વગુણઠાણે શાપ + દર્શ૯ + વે૦૨ + મો૦૨૨ [મિશ્રમોહ૦ બાદ કરીને, સમો૦ ઉમેરવી] + આયુ૦૩ + નામ-૫૩ [૫૦ + ત્રણ આનુપૂર્વી=૫૩] + ગો૦૨ + અંત૦૫ ૧૦૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
=
કર્મસ્તવમાં કહ્યાં મુજબ દેશવિરતિગુણઠાણે-૮૭, પ્રમત્તે-૮૧ અને અપ્રમત્તે-૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વઃ
પદ્મલેશ્યામાર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ
पम्हाए णारगतिग, थावरजाइचउगायव जिणूणा । णवजुअसयं पणसयं, मिच्छे सम्माइचउवजं ॥ ७३ ॥ मिच्छूणा सासाणे, मीसाइगुणेसु पणसु तेव्व ।
वरि भवे सयमेगं, सम्मे तिरियाणुपुव्वी णो ॥७४॥
ગાથાર્થ:- પદ્મલેશ્યામાર્ગણામાં ઓધે નરકત્રિક, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ટ, આતપ અને જિનનામ એમ કુલ-૧૩ વિના ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વગુણઠાણે સમ્યક્ત્વમોહનીયાદિ-૪ વર્જીને ૧૦૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના-૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને મિશ્રાદિ-૫ ગુણઠાણામાં તેજોલેશ્યાની જેમ ઉદયસ્વામિત્વ કહેવું. પરંતુ વિશેષ એ છે કે, સમ્યક્ત્વગુણઠાણે તિર્યંચાનુપૂર્વીનો ઉદય હોતો નથી. એટલે ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચનઃ-પદ્મલેશ્યામાર્ગણામાં ઓઘે નરકત્રિક, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ અને જિનનામ એમ કુલ-૧૩ વિના જ્ઞા૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૩ [નકાયુ વિના] + નામ
૧૭૩