________________
વૈક્રિયકાયયોગમાર્ગણામાં ૧ થી ૪ ગુણઠાણે ઉદયસ્વામિત્વ :मीसद्गूणा मिच्छे, चुलसीई सासणम्मि मिच्छूणा । मीसे सम्मेsसीई, अणं विण कमेण मीससम्मजुआ ॥ ४८ ॥
ગાથાર્થ :- મિથ્યાત્વગુણઠાણે મિશ્રમો૦ અને સમો૦ વિના ૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીય વિના ૮૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક કાઢીને, મિશ્રમો ઉમેરતાં ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સમ્યક્ત્વગુણઠાણે મિશ્રમો કાઢીને, સમો ઉમેરતાં ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
વિવેચન :- (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૬ + વે૦૨ + મોહ૦ ૨૬ [૨૮માંથી સ૦મો૦ અને મિશ્રમો વિના] + આયુ૦૨ [મઆ, તિઆ૦ વિના] + નામ-૩૬ [ઓઘની જેમ] + ગો૦૨+ અંત૦૫ =૮૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + ૦૬ + વે૦૨ + મોહ૦ ૨૫ [૨૬માંથી મિથ્યાત્વમો૦ વિના] + આયુ૦૨ + નામ-૩૬ [ઓઘની જેમ] + ગો૦૨ + અંત૦૫ ૮૩ પ્રકૃતિ ઉદયમાં
હોય છે.
=
(૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૬ + વે૦૨ + મોહ૦ ૨૨ [૨૫માંથી અનંતાનુબંધી ચતુષ્ક કાઢીને, મિશ્રમો ઉમેરવી] + આયુ૦૨ + નામ-૩૬ + ગો૦૨+ અંત૦૫=૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૪) સમ્યક્ત્વગુણઠાણે જ્ઞાના૦૫ + ૬૦૬ + વે૦૨ + મોહ૦૨૨ [મિશ્રમો૦ કાઢીને, સમો ઉમેરવી] + આ૦૨ + નામ૩૬ + ગો૦૨ + અંત૦૫ = ૮૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૧૪૪