________________
* કર્મગ્રંથના મતે કોઈ પણ જીવ સમ્યક્ત્વ લઇને સંખ્યાતવર્ષના આયુષ્યવાળા (અયુગલિક) તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકતો નથી અને કૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી અથવા ક્ષાયિકસમ્યક્ત્વી મનુષ્ય યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ યુગલિકને અવધિજ્ઞાન કે અવધિદર્શન હોતું નથી. તેથી અવધિજ્ઞાન અને અવધિદર્શન માર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી.
* સિદ્ધાંતના મતે ક્ષયોપશમસમ્યક્ત્વ લઇને જીવ અવધિજ્ઞાન સહિત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થઇ શકે છે. તેથી અવધિજ્ઞાન અને અવધિદર્શન માર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવે છે.
મન:પર્યવજ્ઞાન માર્ગણામાં ઉદયસ્વામિત્વ ઃ
મન:પર્યવજ્ઞાન માર્ગણામાં ૬થી ૧૨ સુધીના કુલ સાત ગુણઠાણા હોય છે. ત્યાં ઓઘે કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે કહ્યાં મુજબ ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તે માર્ગણામાં ૬ થી ૧૨ ગુણઠાણા સુધી ઓઘની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
કેવળજ્ઞાનદ્વિક માર્ગણામાં ઉદયસ્વામિત્વ :
કેવળજ્ઞાન અને કેવળદર્શનમાર્ગણામાં તેરમું અને ચૌદમું ગુણસ્થાનક હોય છે. ત્યાં સયોગીગુણઠાણે-૪૨ અને અયોગીગુણઠાણે ૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સામાયિક અને છંદોપસ્થાપનીયચારિત્રમાં ઉદયસ્વામિત્વ :
સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપનીયચારિત્રમાર્ગણામાં ૬થી૯ સુધીના કુલ ૪ ગુણસ્થાનક હોય છે. ત્યાં ઓઘે કર્મસ્તવમાં પ્રમત્ત ગુણઠાણે કહ્યાં મુજબ ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પ્રમત્તે-૮૧, અપ્રમત્તે૭૬, અપૂર્વકરણે-૭૨, અને અનિવૃત્તિગુણઠાણે-૬૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
-
૧૩૨