________________
નામ-૫૭ [જાતિચતુષ્કાદિ-૧૦ વિના] + ગો૦૨ + અંત૦૫ =૧૦૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* મિથ્યાત્વનો ઉદય પહેલાં ગુણઠાણા સુધી, અનંતા૦૪નો ઉદય બીજા ગુણઠાણા સુધી અને મિશ્રનો ઉદય ત્રીજે ગુણઠાણે જ હોય છે અને અત્યાદિ-૩ જ્ઞાન અને અવધિદર્શનની પ્રાપ્તિ ચોથા ગુણઠાણે થાય છે. તેથી મતિજ્ઞાનાદિ-૪ માર્ગણામાં મિથ્યાત્વમોહનીયાદિ ૬ પ્રકૃતિનો ઉદય ન હોય.
* મત્યાદિ-ત્રણ જ્ઞાન અને અવધિદર્શન લબ્ધિ-પર્યાપ્તા સમ્યગુદૃષ્ટિ સંજ્ઞીપંચેન્દ્રિયને જ હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને લબ્ધિ-અપર્યાપ્તાને ન હોય. એટલે મતિજ્ઞાનાદિ-૪ માર્ગણામાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક અને આતપનો ઉદય હોતો નથી.
* મત્યાદિ-૪ જ્ઞાન અને ચક્ષુરાદિ-૩ દર્શન ૧૨મા ગુણઠાણા સુધી જ હોય છે અને જિનનામનો ઉદય ૧૩મા ગુણઠાણે તીર્થકરકેવળીને જ હોય છે. એટલે મતિજ્ઞાનાદિ-૭ માર્ગણામાં જિનનામનો ઉદય હોતો નથી.
મતિજ્ઞાનાદિ-૪ માર્ગણામાં ૪ થી ૧૨ ગુણઠાણા હોય છે. ત્યાં કર્મસ્તવમાં કહ્યાં મુજબ ૪ થી ૧૨ ગુણઠાણા સુધી ઉદયસ્વામિત્વ જાણવું.
* દેવ-નારકમાંથી તીર્થંકરનો જીવ મત્યાદિ-૩ જ્ઞાન સહિત મનુષ્યમાં જન્મે છે. અને દેવ-નારકીમાં જતી વખતે વિગ્રહગતિમાં પણ અવધિજ્ઞાન હોય છે એટલે અવધિજ્ઞાનમાર્ગણામાં મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો ઉદય હોય છે. (૧૯)ગતિ-૪ + પંચેઈજાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સં૦૬ + સંવ૬ +
વર્ણાદિ-૪ + આનુ0 + વિહા૦૨ = ૩૫ + પ્રવ૬ [અગુરુલઘુ.૪, નિર્માણ, ઉદ્યોત,] + ત્રણ-૧૦ + અસ્થિરષક = ૫૭.
૧૩૧