________________
(૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૫ ૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૪+ નામ૫૧+ ગો૦૨ + અંત૦૫ = ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
(૩) મિશ્રગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૯ + વે૦૨ + મોહ૦૨૨ [અનંતાનુબંધી ૪ બાદ કરીને, મિશ્રમો૦ ઉમેરવી]+ આયુ ૪+નામ-૫૧+ગો૦૨ + અંત૦૫ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૪) સમ્યક્ત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦ ૨૨ [મિશ્રમો૦ બાદ કરીને, સમો૦ ઉમેરવી] + આયુ૦૪ + નામ-૫૧ + ગોત્ર-૨ + અંત૦૫ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૫ થી ૧૩ ગુણઠાણામાં કર્મસ્તવમાં કહ્યાં મુજબ ઉદયસ્વામિત્વ જાણવું. મનોયોગ-૪ પ્રકારે છે. (૧) સત્યમનોયોગ (૨) અસત્યમનોયોગ (૩) મિશ્ર સત્યાસત્યમનોયોગ (૪) વ્યવહાર = અસત્યઅમૃષામનોયોગ. તેમાંથી સત્યમનોયોગ અને વ્યવહારમનોયોગ માર્ગણામાં સામાન્યથી મનોયોગમાર્ગણાની જેમ ૧થી ૧૩ ગુણઠાણા સુધી ઉદયસ્વામિત્વ જાણવું અને અસત્યમનોયોગ તથા મિશ્રમનોયોગ માર્ગણામાં ઓથે ૧૦૯ પ્રકૃતિમાંથી જિનનામ વિના ૧૦૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને ૧થી ૧૨ ગુણઠાણે સામાન્યથી મનોયોગમાર્ગણાની જેમ ઉદયસ્વામિત્વ જાણવું.
વચનયોગમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :
=
વચનયોગમાર્ગણામાં ઓથે આતપ, સ્થાવરચતુષ્ક, એકેન્દ્રિયજાતિ, આનુપૂર્વીચતુષ્ક..... એ ૧૦ વિના ૧૧૨ પ્રકૃતિ
ઉદયમાં હોય છે.
વચનયોગમાર્ગણામાં ઓઘે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૮ + આયુ૦૪ + નામ-૫૭' [આતપાદિ-૧૦ વિના] + (૧૮)ગતિ-૪ + બેઇન્દ્રિયાદિ-૪ જાતિ + શરીર-૫ + ઉપાંગ-૩ + સંઘ૦૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૩૪ + પ્ર૦૭ [અગુરુ ૪, નિર્માણ, ઉદ્યોત, જિનનામ] + ત્રસ-૧૦ + અસ્થિરષટ્ક = ૫૭.
૧૨૬