________________
ઉદયમાં હોય છે. એકેન્દ્રિયમાર્ગણામાં ઓથે-૮૦ પ્રકૃતિ કહી છે. તેમાંથી સાધારણ, આતપ, ઉદ્યોત અને યશનામને વર્જીને બાકીની ૭૬ પ્રકૃતિ તેઉકાય અને વાઉકાયમાર્ગણામાં ઓધે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે.
વિવેચન - પૃથ્વીકાયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી એકેન્દ્રિયમાર્ગણાની જેમ ૪૨ + સાધારણનામકર્મ = ૪૩ વિના ૭૯ પ્રકૃતિ ઓઘે અને મિથ્યાત્વે ઉદયમાં હોય છે.
પૃથ્વીકાયમાર્ગણામાં ઓધે અને મિથ્યાત્વગુણઠાણે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૩૨૧+ નીચગોત્ર + અંત૦પ = ૭૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* સાધારણ નામકર્મનો ઉદય માત્ર સાધારણવનસ્પતિકાય [અનંતકાય] ને જ હોય છે, પૃથ્વીકાય વગેરેને ન હોય. સાસ્વાદનગુણઠાણે એકેન્દ્રિયની જેમ ૬૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અકાયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ
અપૂકાયમાર્ગણામાં ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી એકેન્દ્રિયની જેમ ૪૨ + સાધારણ + આતપ = ૪૪ વિના ૭૮ પ્રકૃતિ ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે ઉદયમાં હોય છે
અકાયમાર્ગણામાં ઓથે અને મિથ્યાત્વે જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨+ મોહ૦૨૪ + તિર્યંચાયુ + નામ-૩૧ + નીચગોત્ર + અંત૦૫ = ૭૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* આતપનો ઉદય સૂર્યના વિમાનની નીચે રહેલા બાદર પર્યાપ્તા પૃથ્વીકાયને જ હોય છે, અપૂકાયાદિને ન હોય.
(૧૫) તિર્યંચગતિ + એકે)જાતિ + શરીર-૩ [ઔ૦, તૈ૦, ક0]+હુંડક + વર્ણાદિ
૪+ તિર્યંચાનુપૂર્વ = ૧૧ + પ્ર૦૭ [અગુરુ૦૪, નિર્માણ, આતપ, ઉદ્યોત] + ત્રણ-૬ [બાદરપંચક, યશ] + સ્થા૦૮ [સ્થાવરત્રિક, અસ્થિરત્રિક, અનાદેઢિક] = ૩૨
૧ ૨૧