________________
શાતા અથવા અશાતા, પ્રત્યેકત્રિક, ઉપાંગત્રિક, સુસ્વર અને નીચગોત્ર..... એ-૭૨ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે.
વિવેચન :- સયોગીગુણસ્થાનકથી માંડીને અયોગીગુણઠાણાના છેલ્લા બે સમય બાકી રહે, ત્યાં સુધી સત્તામાં વે૦૨ + આ૦૧ + ના૦૮૦ + ગો૦૨ ૮૫ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી અયોગીગુણઠાણાના દ્વિચરમ સમયે (૧) દેવગતિ, (૨) દેવાનુપૂર્વી (૩) શુભવિહાયોગતિ (૪) અશુભવિહાયોગતિ, (૫) સુગંધ, (૬) દુર્ગંધ, (૭) ગુરુ, (૮) લઘુ, (૯) મૃદુ, (૧૦) કર્કશ, (૧૧) શીત, (૧૨) ઉષ્ણ, (૧૩) સ્નિગ્ધ, (૧૪) રૂક્ષ, (૧૫) કૃષ્ણ, (૧૬) નીલ, (૧૭) રક્ત, (૧૮) પીત, (૧૯) શ્વેત, (૨૦) તિક્ત, (૨૧) કટુ, (૨૨) કષાય, (૨૩) આમ્લ, (૨૪) મધુર, (૨૫) ઔદારિકશરીર, (૨૬) વૈક્રિયશરીર, (૨૭) આહારકશરીર, (૨૮) તૈજસશરીર, (૨૯) કાર્મણશરીર, (૩૦) ઔદારિકબંધન, (૩૧) વૈક્રિયબંધન, (૩૨) આહારકબંધન, (૩૩) તૈજસબંધન, (૩૪) કાર્મણબંધન, (૩૫) ઔસંઘાતન, (૩૬) વૈ૦સંઘાતન, (૩૭) આ૦સંઘાતન, (૩૮) તૈ૦સંઘાતન, (૩૯) કા૦સંઘાતન, (૪૦) નિર્માણ (૪૧) વજ્રઋષભનારાચ, (૪૨) ઋષભનારાચ, (૪૩) નારાચ, (૪૪) અર્ધનારાચ, (૪૫) કીલિકા, (૪૬) છેવ, (૪૭) અસ્થિર, (૪૮) અશુભ, (૪૯) દુર્ભગ, (૫૦) દુઃસ્વર, (૫૧) અનાદેય, (૫૨) અપયશ, (૫૩) સમચતુરસ્ત્ર, (૫૪) ન્યગ્રોધ, (૫૫) સાદિ, (૫૬) વામન, (૫૭) કુખ્ત, (૫૮) હુંડક, (૫૯) અગુરુલઘુ, (૬૦) પરાઘાત, (૬૧) ઉપઘાત, (૬૨) શ્વાસોચ્છવાસ, (૬૩) અપર્યાપ્ત, (૬૪) શાતા કે અશાતામાંથી એક, (૬૫) પ્રત્યેક, (૬૬) સ્થિર, (૬૭) શુભ, (૬૮) ઔઅંગોપાંગ, (૬૯) વૈક્રિયઅંગોપાંગ, (૭૦) આહારકઅંગોપાંગ, (૭૧) સુસ્વર અને (૭૨) નીચગોત્ર.....એ ૭૨ કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે. એટલે અયોગીગુણઠાણાના છેલ્લા સમયે સત્તામાં “૧૩” કર્મપ્રકૃતિ હોય છે. અયોગીગુણઠાણાના ચરમસમયે સત્તા :
बिसयरि खओ य चरिमे, तेरस मणुय-तसतिग-जसाइज्जं । સુભ-નિશુ-પનિંદ્રિય-સાયા-સાથેયર ∞ો ॥ ૩૩ II
=
૨૦૩