SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચનઃ- દેશવિરતિગુણઠાણાના અંતે તિર્યંચગતિ વગેરે ૮નો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૮૭માંથી ૮ ઓછી કરતાં ૭૯ રહી. તેમાં આહારકદ્ધિક ઉમેરવાથી ૮૧ પ્રકૃતિ થાય છે એટલે પ્રમત્તગુણઠાણે ઉદયમાં ૮૧ કર્મપ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ) નાવ ગોળ અં૦ કુલ ૫ + ૯ + ૨ + ૧૪ + ૧ + ૪૪૭ + ૧ + ૫ = ૮૧ | મહાવિદેહક્ષેત્રમાં જવાની ઉત્સુકતાવાળા આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર મહાત્માને આહારકશરીર બનાવતી વખતે સ્વાધ્યાયાદિમાં એકાગ્રતા (અપ્રમત્તદશા) રહેતી નથી. તેથી તે વખતે તેઓ પ્રમાદ દશા યુકત હોય છે. એટલે આહારકશરીરની રચના પ્રમત્તગુણઠાણે જ થાય. અપ્રમતગુણઠાણે થતી નથી તેથી ‘પ્રમત્તગુણઠાણે આહારકદ્ધિકનો ઉદય કહ્યો છે. પ્રમત્તગુણઠાણે નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, થાણદ્ધિ, આહારકશરીર અને આહારકસંગોપાંગ એ ૫ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. કોઈપણ જીવને અતિશય પ્રમાદ અવસ્થામાં જ નિદ્રાનિદ્રા, પ્રચલપ્રચલા અને થીણદ્ધિનામની ઊંઘ આવે છે. અપ્રમત્ત અવસ્થામાં નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા કે થીણદ્ધિ નામની ઊંઘ આવતી નથી. એટલે અપ્રમત્તગુણઠાણે થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી. તેથી પ્રમત્તગુણઠાણાના અંતે થીણદ્વિત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે. આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર મહાત્મા પ્રમાદ દશામાં જ ° આહારકશરીર બનાવી શકે છે. અપ્રમતદશામાં આહારકશરીર બનાવી ૭. મનુષ્યગતિ + પંચ૦ + શ૦૪ + ઉ૦૨ + સં૦૬ + સં૦૬ + વર્ણદિ-૪ + વિહા૦૨ = ૨૬ + પ્ર૦૫ (આતપ, ઉદ્યોત, જિનનામ વિના) + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૪૪ ૮. આહારકલબ્ધિધારી પ્રમત્તસંયમી મહાત્મા પ્રમત્તગુણઠાણે આહારકશરીર બનાવીને વિશુદ્ધ અધ્યવસાયના વશથી અપ્રમત્તગુણસ્થાનકે આવી શકે છે. તેથી આહારકદ્વિકનો ઉદય પ્રમત્તઅપ્રમત્ત એ બન્ને ગુણઠાણે હોય છે. પરંતુ આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર મહાત્મા અપ્રમત્તગુણઠાણે નવું આહારકશરીર બનાવી શકતા નથી અને અપ્રમત્તગુણઠાણે થોડો કાલ જ આહારદ્ધિકનો ઉદય હોય છે તેથી પૂર્વાચાર્યોએ અપ્રમત્તગુણઠાણે આહારકદ્વિકના ઉદયની વિવક્ષા કરી નથી. ૧૮૦
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy