SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે અને મિશ્રગુણસ્થાનક પૂર્ણ થતાંની સાથે જ મિશ્રમોહનીયકર્મનો ઉદયવિચ્છેદ થાય છે. સમ્યત્વગુણઠાણે ૧૦૪નો ઉદય : મિશ્રદૃષ્ટિગુણઠાણે ઉદયમાં ૧૦૦ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી મિશ્રગુણઠાણાના અંતે મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ થવાથી અવિરત સમ્યગુદૃષ્ટિગુણઠાણે ૯૯ રહે છે, તેમાં સમ્યત્વમોહનીય અને દેવાદિ૪ આનુપૂર્વી ઉમેરતાં ચોથા ગુણઠાણે ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. કારણ કે અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણઠાણે સમ્યત્વમોહનીયકર્મનો ઉદય શરૂ થાય છે અને અવિરતસમ્યગુદૃષ્ટિ જીવો મરીને ચારેક ગતિમાં ઉત્પન્ન થાય છે. તેથી તેઓને ભવાન્તરમાં જતી વખતે વિગ્રહગતિમાં ચારે આનુપૂર્વીનો ઉદય હોય છે. એટલે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણે ઉદયમાં ૧૦૪ કર્મપ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ0 ના) ગોળ અં) કુલ _| | | | | | | | | ૫ + ૯ + ૨ + ૨૨ + ૪ + પપપ + ૨ + ૫ = ૧૦૪ સમ્યકત્વગુણઠાણે અપ્રચક્રોધ, અપ્ર0માન, અપ્ર0માયા, અપ્રત્રલોભ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, વૈક્રિયશરીર, વૈક્રિયઅંગોપાંગ, દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય, નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય, દૌર્ભાગ્ય, અનાદેય, અયશકીર્તિ...એ ૧૭કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. અપ્રત્યાખ્યાનીયકષાય દેશવિરતિનો ઘાતક છે. એટલે જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોય ત્યાં સુધી દેશવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી. જ્યારે અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદયવિચ્છેદ થાય છે ત્યારે જ દેશવિરતિગુણઠાણ પ્રાપ્ત થતું હોવાથી, દેશવિરતિ વગેરે ગુણઠાણે | ૪. જેને દેવ-નારક કે યુગલિક મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધેલું હોય, તે ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિ મનુષ્યો ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે મિથ્યાત્વમો) અને મિશ્રમોડનો ક્ષય કરીને સમોનો ક્ષય કરે છે. તે વખતે સ0મોડની અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિ બાકી રહે ત્યારે જો આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો તેઓ કાળ કરીને ચારે ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. એ જ રીતે બદ્ધાયુ ક્ષાયિકસમ્યક્ત્વી પણ મરીને ચારે ગતિમાં ઉત્પન્ન થઇ શકે છે. તેથી અવિરતસમ્યગૃદૃષ્ટિને વિગ્રહગતિમાં ચારે આનુપૂર્વીનો ઉદય હોય છે. ૫. ગતિ-૪ + પંચ0જાતિ + શ૦ ૪ + ઉ૦૨ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + આનુ૦૪ + વિહા૦૨ = ૩૩ + પ્ર૦ ૬ + 2૦૧૦ + અસ્થિરાદિ-૬=૫૫ ૧eo.
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy