________________
સમાધાન
૬૧ વૃદ્ધિએ ચેથને ક્ષય કે વૃદ્ધિ માને છે તે યોગ્ય નથી. ચૌમાસી પુનમના ક્ષયે તેરશનો ક્ષય કરાય છે અને તે પરંપરા તથા લેખ અનુસાર છે તે, તેઓએ ધ્યાનમાં લઇને, અહીં પણ તે હિસાબે ભાદરવા સુદ પાંચમની ક્ષય કે વૃદ્ધિએ ત્રીજને ક્ષય કે વૃદ્ધિ કરવી જ જોઈએ, કેટલાક કહે છે કે “બાર પર્વમાં ક્ષય કે વૃદ્ધિ ન મનાય પણ સવંત્સરીની ચોથ બાર પર્વમાં નથી માટે તેને ક્ષય કે વૃદ્ધિ માનવામાં અડચણ નથી.” આ વાત કહેનારે વિચારવું જોઈએ કે જે કાલિકાચાર્ય મહારાજે કહેલી ચોથની સંવત્સરી કબૂલ છે, તો પછી ચોથ એ સંવત્સરીની પર્વ તિથિજ છે, અને ચૌમાસીની ચૌદશની જેમ કૃત્રિમ છે છતાં તેની ચૌમાસીની અપેક્ષાએ વૃદ્ધિ કે ક્ષય આચરાય નહિ તેવીજ રીતે ભાદરવા સુદ ચોથ પણ સંવત્સરી કૃત્રિમ છતાં પણ પર્વતિથિ તરીકે છે માટે તેની પણ ક્ષય કે વૃદ્ધિ ન જ મનાય વળી ભાદરવા સુદ પાંચમ પર્વ તરીકે છે તો તેના કરતાં ભાદરવા સુદ ચોથ ઓછા મહત્વવાળી નથી, કેમકે શ્રીહીરસૂરિજી પાંચમન તપ કરનારાને છઠું કરવાની શક્તિ ન હોય તોજ ભાદરવા સુદ ચોથના ઉપવાસમાં પાંચમને તપ આવી ગયાનું જણાવે છે. માટે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ કે ક્ષય જેમ ન મનાય તેમ ભાદરવા સુદ ચોથ પણ સંવત્સરીની તિથિ હોવાથી તેને પણ ક્ષય કે વૃદ્ધિ ન થાય અને તેથી પાંચમની વૃદ્ધિએ કે ક્ષયે ત્રીજની જ વૃદ્ધિ કે ક્ષય કરવાં જ પડે. વળી કેટલાક “ઉદયવાળી ચૌદશ કેમ વિરાધાય એમ માની પુનમના ક્ષયે તેને તપ તેરશે અને તેરશે ભૂલી જવાય છે તે પુનમને તપ પડવાને દિવસે કરે, આવું માનનારાઓએ વિચારવું જોઈએ કે શું પુનમને માટે તેરશ કે પડેવો લ્યો તેમાં પુનમને ઉદય કે સમાપ્તિ બને છે? કે શું તેરશે કે પડવે એ પુનમની તિથિને કઈ ભાગ સરખો પણ છે? તેરશે કે પડે એ પુનમનો ભાગ પણ નથી તો તેરશે કે પડવાએ પુનમ કેમ મનાય છે ? મહાપાધ્યાયજી શ્રીધર્મસાગરજી પુનમના દિવસે ચૌદશના ક્ષયે પંખી કરનારને ભ્રાંતિવાળા કહે છે અને તેના કારણમાં ચૌદશના ભેગને ગંધ પણ નથી એમ