________________
સમાધાન
૨૯
- પ્રશ્ન ૭૯૩-ભગવાન શ્રી નેમિનાથજી શ્રીગિરનારજી ઉપર દીક્ષિત થયા. કેવલજ્ઞાન પામ્યા અને મોક્ષ પામ્યા છે તો પછી શ્રી સિદ્ધાચલજી ઉપર શ્રી નેમિનાથજી સિવાય તેવીશ તીર્થંકર મહારાજ આવ્યા છે. એમ કેમ કહેવાય છે? કેમકે શ્રીગિરનાર શ્રીસિદ્ધાચલજીની પાંચમી ટુંક છે, એમ શ્રી શત્રુંજયમાહાઓમાં સ્પષ્ટપણે જણાવેલ છે.
સમાધાન-મૂલટુંકમાં શ્રીનેમિનાથ ભગવાનનું આવવું થયું નથી તેથી શ્રી નેમિનાથજી સિવાયના તેવીશ ભગવાન શ્રી સિદ્ધાચલજી આવ્યા એમ કહેવાય છે.
પ્રશ્ન ૭૯૪-અષ્ટમંગલની અંદર સત્યનું યુગ્મ કેમ લેવાય છે? શું મત્સ્ય જાતિ ઉત્તમ છે?
સમાધાન-બત્રીસ લક્ષણમાં જેમ મસ્જને આકાર ઉત્તમ ગણાય છે. તેવી રીતે સ્વસ્તિકાદિની સ્થાપનાની માફક ભસ્યની સ્થાપના ઉત્તમ ગણાય છે. કેટલીક આકૃતિઓ જ, પદાર્થ ‘ઉતમ ન હોય તો પણ ઉત્તમ હોય છે. ધ્યાનમાં રાખવું કે ઝાડ અને પર્વતના આકારની હાથ આદિમાં રેખાઓ ઉત્તમ છે અને યવની રેખા પણ ઉત્તમ છે. માટે મસ્યના આકારની ઉત્તમતા ગણવામાં અડચણ નથી.
પ્રશ્ન ૭૯૫-ભગવાન જિનેશ્વર મહારાજા વિગેરે જ્યારે માતાની કુક્ષિમાં આવે છે ત્યારે તેમની માતાઓ ચૌદ વિગેરે સ્વપ્ન દેખે છે તેવી રીતે જે જીવ ભાવિતાત્મા અનગાર થવાને હેય તેની માતા, તે જીવ ગર્ભે આવે ત્યારે કોઈ સ્વપ્ન દેખે ખરી ? અને કદાચ દેખે તો તેનું પ્રમાણ શું ?
સમાધાન-શ્રીજિનેશ્વર મહારાજ વિગેરે ગર્ભમાં આવે ત્યારે તેઓની માતા જેમ ચૌદ વિગેરે સ્વપ્ન દેખે છે તેમ ભાવિતાત્મા અનગારને જીવ ગર્ભે આવે ત્યારે તેમની માતા જે ગજવૃષભાદિ ચૌદ સ્વપ્નમાંથી કે ત્રીશ મહાસ્વપ્નમાંથી કોઈપણ એક સ્વપ્ન દેખે એ સંભવિત છે અને તેથીજ ધારણુદેવીએ દેખેલા સિંહસ્વપ્નના ફલ તરીકે માંડલિક રાજામણું