________________
२१
- સાગરે હોય તેઓ યોગ્યતા તથા કારણને વિભાગ ન કરી શકે તથા યોગ્યતા અને કારણને એક માની લે તે જુદી વાત છે, પણ વાસ્તવિક તત્ત્વને વાસ્તવિકપણે સમજનારે મનુષ્ય તે તે યોગ્યતા અને કારણનો વિભાગ સમજ્યા સિવાય રહે જ નહિ ભવ્યજીવોને અતિઆદિથી પદાર્થો જાણવાની યોગ્યતા તો જીવમાં ભવ્યત્વ હોવાથી અનાદિકાલથી છે. પણ કારણુતા એટલે લબ્ધિ તો સમ્યફવ થાય ત્યારે જ. થાય અને જે વખતે મતિઆદિથી પદાર્થને જાણે ત્યારે કાર્યરૂપ એટલે ઉપયોગરૂપ કહેવાય, તેવી રીતે જેઓને દાનાદિ અંતરાયનો ક્ષયઆદિ થશે તે બધા જ યોગ્યતાવાળા તે છે, પણ કારણુપણાવાળા તો ક્ષયોપશમાદિવાળા થાય ત્યારે જ કહેવાય. અર્થાત યોગ્યતા, કારણુતા અને કાર્યતા એ ત્રણેયના વિભાગને તવ તો સહેજે સમજી શકે તેમ છે, અને તેથી કારણરૂપે પણ અનાદિથી પરોપકારીતા છે એવું કહેવાય પણ નહિ. જીવ ભવ્યત્વ ને અભવ્યત્વ સિવાયના ભાવને અનાદિ કહેનાર અનાદિપરિણામિકભાવને સમજતો નથી, - પ્રશ્ન ૭૮૯-કાર્યરૂપે કે કારણરૂપે પરોપકારીપણું સર્વતીર્થકરોમાં અનાદિથી છે એમ ન માનીએ તો યોગ્યતારૂપે તો સર્વતીર્થકરોમાં સરખી પરોપકારીતા છે એમ માનવામાં અડચણ નથી ને ? - સમાધાન-જેમ તીર્થકોમાં તીર્થકરપણને કરવાવાળી તથાભવ્યતા છતાં વહેલા તીર્થકર થનાર તીર્થકરોની તથાભવ્યતા અને મોડા તીર્થંકર થનારની તથાભવ્યતા જુદા પ્રકારની છે, તેમ ભગવાન વીરની તથાભવ્યતા કહે કે કારણુતા કહે એ એવાં જ હતાં કે જેના પ્રભાવે નયસાર મિથ્યાત્વીપણું પામ્યા છતાં પણ કાર્યરૂપે પોપકાર કરવાવાળા અને તે બાબતને લયોપશમ પહેલાં એટલે સમ્યકત્વ થવા પહેલા મેળવવાવાળા થયા એમ માનવું જ પડશે.
- (આ પ્રશ્નોત્તરને તાપૂર્વાર્થ) (૧) ભગવાન તીર્થકરના જીવોને અનુકંપા ગુણ સમ્યફ સાથે થત
હેવાથી સામાન્ય સમ્યકત્વ પામે ત્યારથી અને અત્યંત તન્મયપણે વરાધિલાભ પછી તે જરૂર પોપકારપરાયણ થાય છે.