________________
૨૩૦
સાગર નિર્યુક્તિમાં અને પર્યુષણકપમાં પણ એમજ જણાવે છે કે
णाह समणो होह अम्मापियरंमि जीवते तथा
को खलु मे कप्पड अम्मापिऊहिं जीव तेहिं मुडे भवित्ता अगाराओ अणगारिय' पब्वइत्तए-...
અર્થાત માતાપિતા જીવે ત્યાં સુધી સાધુપણું નહિ લેવું એટલી જ માત્ર પ્રતિજ્ઞા છે. પરંતુ એવી પ્રતિજ્ઞા નથી કે માતાપિતા કાળધર્મ પામે ત્યારે દીક્ષા લેવી જ. એટલે માતાપિતાના કાળધર્મથી ગર્ભમાં રહેતા થકાં કરેલી પ્રતિજ્ઞા પુરી થઈ છે. એ વાત ખરી છે. પરંતુ અધિક બે વર્ષ વધારે રહેવાથી પ્રતિજ્ઞા પળાઇ નથી એમ કહી શકાય નહિ. આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિજી પણ અભિગ્રહનું એજ સ્વરૂપ જણાવે છે કે તાવવાધિવામિ હમદમીતિઃ' અર્થાત જ્યાં સુધી આ ભવમાં માતાપિતા જીવે છે ત્યાં સુધી હું ઘરમાં પણ મારી ઇચ્છાથી રહીશજ. અર્થાત તાવતશબ્દની આગળ રહેલ એવાકાર “પિવરસ્થાનિ' ક્રિયાપદની સાથે જોડી શકાય તેવો છે. અને તેથી ઉપર જણાવેલા શાસ્ત્રને મળતો અર્થ થઈ શકે તેમ છે. વળી આ અષ્ટકમાં ઈચ્છાથી રહેવાનું જણાવીને નીચે પ્રમાણે સ્પષ્ટ કરે છે જે કે ચારિત્રમોહનીય ઉદય એજ ચારિત્રને રોકનારી ચીજ છે. ચારિત્રમોહનીયના ઉદય સિવાય કેઈપણ ગૃહસ્થ પણમાં એટલે અવિરતિપણામાં રહેતું નથી, પરંતુ ગૃહસ્થપણામાં રાખનાર એ જે ચારિત્રમેહનીયને ઉદય તે મારા શુભ પરિણામથી ખસી શકે એવો છે. પરંતુ માતાપિતાના ઉદ્વેગના નિવારણને માટે તેમની અનુકંપાથી તે ચારિત્રમોહનીયના ઉપક્રમના ઉદ્યમ નહિ કરું. પરંતુ ઈચ્છા પૂર્વકજ ગૃહવાસમાં રહીશ. આ વસ્તુ બરોબર સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ભગવાન મહાવીર મહારાજનું તેમના માતપિતાની હતાતી સુધી ઘરમાં રહેવાનું જે અભિગ્રહ દ્વારા થયું છે તે તેઓની ઈચ્છાથી જ છે, અને માતાપિતાની અનુકંપા માટે જ છે. પરંતુ પોતાની ત્રીસ વર્ષ પછી જ દીક્ષા થવાની છે. એવું અવધિજ્ઞાથી જાણીને પછી અભિગ્રહ કર્યો છે એમ કહેવાય નહિ. અને એમ કહેવું તે શાસ્ત્રોને