________________
સમાધાન
૨૧૫ દેવતાઓ જ આવે અને મનુષ્યો ન આવે તેમજ મનુષ્યો ન આવવાથી કઈ પણ મનુષ્ય ચારિત્ર લેનારે ન થાય તેમજ ગણધર પદની સ્થાપના વિગેરે ન બને એવું બને જ નહિ. પરંતુ અહીંયાં મનુષ્ય ન આવ્યા અને ગણધર પદ વિગેરે પ્રથમ સમવસરણમાં ન બન્યાં તે જ આશ્ચર્ય છે. અહીં ગુણચંદ્રનાં ચરિત્રમાં નર નરેન્દ્ર જે જણાવવામાં આવ્યા છે તે સ્તુતિને કરનારાઓના વર્ગ માટે અને કિરણાવલીમાં જણાવેલ નરપદ ભાષાના ગુણોને જણાવવા માટે ગણાય.'
પ્રશ્ન ૧૧૨૪-આચાર્ય મહારાજ હરિભદ્રસૂરિજીએ દીક્ષા ચાલક નામનું બીજું પંચાશક કરેલું છે અને જેમાં સમવસરણની રચના કરી આંખ મીંચીને ફૂલ નાંખવા વિગેરે જણાવ્યું છે તે દીક્ષા કઈ સમજવી!
સમાધાન–આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજીએ તેજ બીજા પંચાશકની શરૂઆતમાં સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ દીક્ષા જે કહેવામાં આવે છે તે મસ્તકમુંડનરૂપ દીક્ષા નથી. પરંતુ ચિત્તની પરિણતિને સુધારવા રૂપ દીક્ષા છે, વળી તેમાં જણાવેલી વિધિ પ્રમાણે દીક્ષિત થયેલાને જે મહાદાન અને ગુરુસેવા વિગેરે કરવાનાં જણાવેલાં છે તે સર્વવિરતિ દીક્ષાથી દીક્ષિત થયેલાને લાગુ પડે તેવાં નથી. પરંતુ શ્રાવકધર્મનું કેટલીક મુદત સુધી પાલન કર્યા પછી સર્વસ્વ અર્પણની દીક્ષા લેનાર એવા શ્રાવકને જ લાગુ પડે તેમ છે, અને એ જ કારણથી શાસ્ત્રકાર દ્વિપદ-ચતુદ-કનક-મણિમાણિક્ય વિગેરેનું તેમજ કુટુંબકબીલાનું ગુરુ આધીન કરવાનું જણાવે છે. એ બધી હકીકત વિચારનાર સુગપુરૂષ સહેજે સમજી શકશે કે બીજા પંચાશકમાં ભગવાન હરિભદ્રસૂરિજીએ જણવેલી દીક્ષા જે છે તે પ્રવ્રયારૂપ દીક્ષા નથી, પરંતુ સર્વસ્વાર્પણ કરી સ્વયંસેવક બનવારૂપ દીક્ષા છે. જો કે પ્રકરણ ગાથા અને તેના અર્થો વિગેરે વિચાર્યા સિવાય બોલનારા અજ્ઞાની છે તો તે બીજા પંચાશકમાં દીક્ષાની વિધિને અંગે કહેલું વચન સર્વવિરતિરૂપ દીક્ષાને લાગુ કરે છે, પરંતુ તેમાં તેઓની પૂરી અજ્ઞાનતા છે એમ કહેવા સિવાય બીજું કહેવાય નહિ