________________
સમાધાન
૧૬૫ પ્રશ્ન ૧૦૪૮-અસુરકુમારના ભવનપતિઓમાં જે પરમધામિયા છે તેઓને જેમ વિશિષ્ટ અવધિજ્ઞાન હોતું નથી તેમ પિતાના પણ પહેલા ભવનું વિશિષ્ટજ્ઞાન હેતું નથી, તો પછી નારકિયાને વેદના કરતી વખત નારકિયેના પહેલાના ભવનાં કાર્યો શી રીતે યાદ કરાવે છે?
સમાધાન-નારકિયાને પીડા કરતી વખતે જે પરમાધામિયો તે નાકિયેના પહેલા ભવની કરણીનાં વાક્યો કહે છે તે અવધિ કે વિભંગણાનથી તે નારકિયોનાં કૃત્ય જાણુને કહે છે એમ નથી પરંતુ અહીં સ્મરણ કરવાતાં વાક્યો કયા જ્ઞાનથી પરમાધામ જાણે છે તેને ખુલાસો થવો યોગ્ય છે જેમ અભવ્ય એવા પણ અંગારમÉકાદિ સાધુઓને મોક્ષાદિતની દેશના કરવાની શ્રદ્ધા નથી હતી છતાં કલ્પ રહે છે તેમ તે મિથ્યાદષ્ટિ પરધમિયાન પણ તેવી તેવી વેદના કરવી અને તેવાં તેવાં વચને બોલવાં તે રિવાજ છે.
પ્રશ્ન ૧૦૪-પરમધામિમાંને એકેક દેવતા પણ પંદરે પરમાધામિયાનાં કાર્યો કરવા સમર્થ છે તો પછી પંદર પરમધામિ અને તે પણ અમુક નિયમિત કાર્યથી વેદના કરનાર માનવાની જરૂર શી?
સમાધાન-જે કે દરેક પરમાધામ દરેક પરમધામિનું કાર્ય કરવા સમર્થ છે, છતાં પોતપોતાના રિવાજથી તે પંદરે પરમધામિયો જુદી જુદી પીડા કરે છે. અને તેથી જુદી જુદી પીડા વખતે જુદા જુદા પરમધામિયો જુદાં જુદાં વાક્યો બોલે છે, અને તે વાક્યો બેલવાનો કલ્પ પણ અવધિ કે બીજાના જાતિસ્મરણને અભાવ છતાં પણ તેથી સાર્થક થાય છે.
પ્રશ્ન ૧૦૫૦–પરમાધામી નારકોને જે પૂર્વભવનાં કૃત્યો સંભળાવે તે વાક્યોને નારકી સાચાં માને કે જુઠ્ઠાં માને ? અને સાચાં માને છે નારકેને પોતે તે તે કાર્યો કર્યાની પ્રતીતિ શાથી થાય?
સમાધાન-પરમધામિ નારકને પિતાના તેવા તેવા રિવાજથી તેવી તેવી વેદના કરે અને જ્યારે નારકીના છો અત્યંત વિલાપ કરી