________________
સમાધાન
૧૩૯ મહારાજાના કથનથી સૂક્ષ્મદષ્ટિયો સમજી શકશે કે મિયાદષ્ટિવાળાએ પણ કરેલી ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમાની અંગાદિ અને પુષ્પાદિક્રમવાળી પૂજા નવા સમ્યગ્દર્શનાદિને કરવાવાળી છે. અર્થાત જેમ અણુવ્રતાદિની ક્રિયામાં વ્યવહારથી પણ સમ્યગ્દર્શનની પહેલેથી જરૂર છે તેમ ભગવાન જિનેશ્વરમહારાજના પૂજનમાં પ્રથમથી વ્યવહાર સમ્યગ્દર્શનની પણ જરૂર છે એમ નથી. અર્થાત ભગવાન જિનેશ્વરમહારાજની પૂજા જેમ સમ્યગ્દર્શનાદિની શુદ્ધિ માટે છે તેવી જ રીતે નહિ પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ માટે પણ ભગવાન જિનેશ્વરની પૂજા જરૂરી છે. વળી આ જ્ઞાન-દર્શન અને ચારિત્રને ઉત્પન્ન થવારૂપ ફલ જણાવવાથી પણ શાસ્ત્રકારમહારાજા સ્પષ્ટ કરે છે કે- આ સૂત્ર શ્રાવકોએ કરાતી સ્તુતિ-સ્તોત્રાદિકની પૂજાની અપેક્ષાએ છે. અર્થાત સાધુની અપેક્ષાએ જ જો આ સૂત્ર હેત તે જેમ કલ્પાતીતની ઉત્પત્તિ જણાવત તેમ જ્ઞાનાદિની વૃદ્ધિ જણાવત, પરંતુ જ્ઞાન-દર્શન- ચારિત્રને ન લાભ થવાનું જણાવત નહિ.
પ્રશ્ન હ૭૬–ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમાની સ્તવ-સ્તુતિમંગલથી પૂજા કરવામાં ધિલાભ થવાનું ફલ કેમ જણાવ્યું છે?
સમાધાન–જે કે ભગવાન જિનેશ્વરમહારાજની પૂજા કરનારા ભગવાન જિનેશ્વરમહારાજના ધર્મને બહુધા પામેલ હોય છે, છતાં ભગવાન જિનેશ્વરમહારાજના ધર્મની પ્રાપ્તિ અખંડિત પણે તો કોઈક ભાગ્યશાળીને જ ટકે છે, માટે ભગવાનની પૂજાના ફલ તરીકે બોધિલાભને ઉત્પન્ન થવાનું કે સ્થિર રહેવાનું કહેવામાં આવે તો તે અયોગ્ય નથી. વળી ભવાંતરની અપેક્ષાએ તે વિરાધકભાવને પામેલા સાધુ માટે પણ શ્રીજૈનધર્મની પ્રાપ્તિ ભવતરે દુર્લભ હોય છે, તો પછી આરંભપરિગ્રહમાં આસક્ત એવા શ્રાવકને જૈનધર્મની પ્રાપ્તિ થવી મુશ્કેલ હેય તેમાં આશ્ચર્ય શું ? અને આ વાત જ્યારે સમજવામાં આવશે ત્યારે જ આ સ્થાને કહેલ બધિલાભારૂપ ફલ અને સાધુ-શ્રાવકની સામાયિક