SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સાગર હજાર છસે પિસ્તાલીસ ૧૧૮૦૬૪૫ માસખમણ કર્યા તે શી રીતે ? કેમકે લાખ વર્ષના બાર લાખ મહિના થાય, પણ મા ખમણના અને તેના પારણના દિવસના મહિના ૧૨૧૯૯૯૯ ને દિન ૨૫ થાય તે કેમ મળે ? સમાધાન-જો કે ઋતુ અગર કર્મ નામના મહિનાને હિસાબે વર્ષમાં બાર માસ હોય છે, પણ જે પાંચ વર્ષે બે માસ વધે છે. તેમાં દરેક વર્ષે છ તિથિઓ ઘટતી હોવાથી એક માસ તો પડતી તિથિઓને પેટે પાંચ વર્ષમાં જાય, પણ બીજો એક મહિને વધારે થાય તેના દિવસોને પાંચ વર્ષને હિસાબે લઈએ તો દરેક વર્ષે ૬ દિવસ વધી ૩૬૬ દિવસ થાય તેથી છ લાખ દિવસ થાય અથવા વીસ હજાર મહિના વધે અને તેથી બાર લાખ અને વીસ હજાર મહિના થાય તેમાં પારણા સાથે ૧૧૮૦૬૪૫ માસખમણ જાય (થાય) અને ૪૬મા મા ખમણના ૨૫ મેં દિવસે શ્રી નંદનમુનિજીએ કોલ કર્યો હોય તે સંભવિત છે. પ્રશ્ન ૮૭૫–અવધિજ્ઞાનના વિષયઃ' એમ કહી જણાવેલ બે ભેદમાં ભવપ્રત્યયિક અવધિજ્ઞાનનું ક્ષયપશમ નિમિત્તથી જુદાપણું માત્ર દેવ-નરક ભવને અંગે નિયમિત થાય છે તેમાં એ સિવાય બીજો હેતુ કોઈ કહેવાય ખરો ? સમાધાન-ભવપ્રત્યયમાં પ્રથમ તો તેનું કારણ ક્ષયોપશમ જ છે, છતાં તે ભવનો ક્ષયોપશમ ઘેંસના ગાંઠીયા જેવો હેવાથી કેઈ કાળે પણ તે મનઃપર્યાય આવરણના ક્ષયોપશમ તરફ કે કેવલજ્ઞાનઆવરણના ક્ષય તરફ વધવા દેજ નહિ, અને ક્ષયપશમ પ્રત્યયમાં આગળ વધવાની તે છૂટ છે. ક્ષય પશમવાળું અનવસ્થિત પણ હેય જ્યારે આ ભવપ્રયિક અવસ્થિતજ હોય છે. ભવપ્રત્યયમાં નથી તે પલ્યોપમ કે સાગરોપમના કાલે વૃદ્ધિ કે નથી તો તેટલે કાલે પણ હાનિ વળી તે ભવપ્રત્યાયની પ્રાપ્તિમાં આત્મપરિણામની સહાય તેટલી વૃદ્ધિ થાય કે હાનિ થાય તે પણ તેથી જ્ઞાનની વૃદ્ધિ-હાનિ થતી જ નથી આવાં કારણોથી લક્ષણના પ્રયત્નને પ્રસંગ છતાં “ વિવિધિઃ' એમ ભેદ જણાવ્યા તે વ્યાજબી છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy