________________
७०
સાગર
પૌષધાદિમાં શ્રાવકને પણ દ્રવ્યપૂજા કરવાને નિષેધજ છે. યજ્ઞાદિ કાર્યો ઋદ્ધિપ્રાપ્તિ આદિને માટે કરાય છે. કોઈપણુ યજ્ઞ મેાક્ષને માટે હતા નથી, અને હાય પણ નહિ, તેથી યજ્ઞ એ ત્રસ અને સ્થાવરની હિંસામય હોવાથી પાપ તથા મિથ્યાત્વથી ભરેલ છે. વળી કાઈપણ ધર્મી જીવ ત્રસ જીવાની હિંસાને અંગે દયા વિનાના હાય નહિ, તેથી યજ્ઞાદિકમાં કરાતી ત્રસની હિંસા પાપબુદ્ધિ અને પાપ વિનાની હાયજ નહિ.
પ્રશ્ન ૮૫૮–પાણી વિનાનું વધારેલું શાક ખીજે દિવસે વાસી ગણાય કે ?
સમાધાન–અન્ય પાણી ન લાગ્યું હેાય તે પણ તે જો વધારવાથી સુકું થાય તેાજ વાસી ન ગણાય.
પ્રશ્ન ૮૫૮–જેમ આદુ સુકવીને ઉપયેગમાં લેવામાં આવે છે તેમ બટાકા, સક્કરીયાં આદિને સુકવીને ઉપયાગમાં લઈ શકાય ?
સમાધાન-આદું વિગેરેના ઔષધ માકજ ઉપયાગ થાય છે. જ્યારે બટાકા વગેરેના તે શાક અને ખારાક તરીકે ઉપયેગ થાય છે માટે હિંસાને પ્રસંગ દેખીને તે સુકા બટાકા આદિ ન લેવાય.
પ્રશ્ન ૮૬૦-જ્યાં સુધી પેાતાના વિવાહ ન કર્યાં હેાય ત્યાં સુધીમાં ‘સમ કુમારિકાઓને પેાતાની બહેન સમાન માનવી’ એવા નિયમ લીધા હોય તેા પછી ભવિષ્યમાં તેમાંથી કાઈની પણ સાથે વિવાહ શી રીતે થઈ શકે?
સમાધાન—જેમ ભાષણ સાંભળવા આવેલી સ્ત્રીઓમાં વક્તાની પેાતાની પત્ની પણ હાજર હેાય છતાં વક્તા તા ‘ભાતાએ, બહેનેા’ એમ સમુદાયને સખાધીનેજ ખેાલે છે, અને તેથી તેને દેષ લાગી જતા નથી તેવી રીતે સમુદાયે કુમારિકાઓને બહેન કહી હોય તે। પણ પછીથી વિવાહ થાય તેથી તે ભગિનીગમનના દોષને। ભાગી નથી. તે મનુષ્ય ‘હું વિવાહ નહિ કરૂ’' એમ ધારીને કાંઈ સવ કુમારિકાઓને બહેનેા કહેતા નથી.
પ્રશ્ન ૮૬૧-રજસ્વલા સ્ત્રીને અડકવામાં ધાર્મિક દૃષ્ટિએ દેષ કેવી રીતે ?