________________
સાગર ત્યારે તેના પહેલાંની તિથિ ઉદય કે ઉદયયુક્ત સમાપ્તિવાળી નથી હતી ? અને હેય છે છતાં પર્વની આરાધનાના માટે તે પડવાઆદિના ઉદયની ઉપેક્ષા કરી તો અહીં પુનમના પર્વને ટકાવવા માટે ચૌદશના ઉદયની ઉપેક્ષા કરવી પડે અને તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ કે અમાવાસ્યા કરવી પડે. વળી જેઓ એકમ-બીજ આદિ એકઠાં કરે છે તેઓ શું ચૌદશ-પુનમ કે ચૌદશ-અમાસ એકઠાં માનશે ? અને માને તો બે દિવસના આખા દિવસના સચિત્તત્યાગને કે પૌષધઆદિ કરવાનો નિયમ એક વખત ઉડાવી દેશે ? અને જે નહિ ઉડાવે તો ચૌદશે કરેલે સચિત્તયાગ શું ચૌદશને કહેશે કે પુનમ અમાવાસ્યાનો કહેશે ? આ વસ્તુસ્થિતિ વિચારતાં જે બે પર્વ સાથે આવે તે બેમાંથી કેઈના પણ ક્ષયે તેનાથી પહેલાંની અપર્વતિથિને ક્ષયજ કરવો પડે, અર્થાત ક્ષય અને વૃદ્ધિના પ્રસંગ સિવાય ઉદયવાળી તિથિ લેવી એ નિયમ છે. જેડકાપર્વમાં ક્ષય વખતે ભોગવટાની હયાતી લેવી, અને વૃદ્ધિમાં પર્વનો ક્રમ લેવો.
પ્રશ્ન ૮પ૬-તત્ત્વતરંગિણીમાં ક્ષય કે વૃદ્ધિમાં સમાપ્તિવાળી તિથિ લેવા લખ્યું છે તે કેમ?
સમાધાન-તિથિની વૃદ્ધિ હાનિ ન હોય ત્યારે જેમ ઉદયવાળી તિથિ લેવાનું લખ્યું છે, પણ પર્વતિથિને ક્ષય આવે ત્યારે તે ઉદયને નિયમ નથી રહેતું, તેવી રીતે એકવડી પર્વતિથિ હોય અને તેની વૃદ્ધિહાનિ થઈ હોય તે ક્ષીણમાં ઉદય મળે નહિ અને વૃદ્ધિમાં બે ઉદય હેય માટે સમાપ્તિ લેવાય, પણ જ્યાં બે પર્વ સાથે હોય અને બીજા પર્વની તિથિને ક્ષય હેય તે તે સમાપ્તિનો અધિકાર લઈ શકાય નહિ. ધ્યાન રાખવું કે-અપર્વતિથિના ઉદય અને સમાપ્તિ એ બંને છતાં તેને ગણી નથી માટે બીજી અપર્વતિથિ બેવડાય ત્યારે ઉદય કે કે સમાપ્તિ કરતાં ભગવટાને સદ્ભાવ હોવો જોઈએ.
પ્રશ્ન ૮૫૭–શ્રીજિનેશ્વરભગવાનની પૂજ, શ્રીગુરૂમહારાજના પ્રવેશ મહત્સવો (સામૈયાં) અને સાધર્મિકની ભક્તિ વિગેરે કાર્યોમાં જીવોની હિંસા