________________
સમાધાન
૬૫
સમાધાન–ચાંદ્રમાસ ૨૯ દિવસન અને કર્મમાસ ૩૦ દિવસને હોવાથી બાર માસે છ તિથિ ઘટે એ તો બરાબર છે. પણ તિથિ વધવાની વાતો તો જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ છે. જો કે કર્મમાસ કરતાં સૂર્યમાસમાં અડધો દિવસ વધારે હોવાથી તિથિ વધે એમ કહેવાય પણ સૂર્યમાસની અપેક્ષાએ એ છે અને સૂર્યમાસ વ્યવહારમાં નથી લેવાતો. વ્યવહારમાં માત્ર કર્મમાસ લેવાય છે. તેથી ટીપણામાં લખાતી તિથિની વૃદ્ધિ શાસ્ત્રોક્ત નથી. વળી તે ઋતુમાસના વર્ષે જે દિવસ છ ઘટવા તેને પાંચ વર્ષે એક મહિને અને સૂર્યમાસના અડધા દિવસના હિસાબે એક માસ, એમ ગણતાં યુગમાં બે માસ વધે છે, એટલે પણ તિથિની વૃદ્ધિ હોઈ શકે નહિ.
પ્રશ્ન ૮૫૧-દરેક વર્ષે સંવત્સરી કરતાં ત્રણ સાઠ દિવસ કરીએ એટલે પાંચ વર્ષે ૧૮૦૦ દિવસ થાય અને દિવસ તો ૧૮૩૦ થાય છે તો તે ત્રીસ દિવસની આલયણનું શું ?
સમાધાન-જેમ પાક્ષિક વિગેરે તો સેલ દિવસે હોય છે તો પણ તિથિઓ તે “પડે, બીજ આદિ પનરજ હોય છે. વર્ષમાં અધિક હોય છે તો પણ મહિના તો શ્રાવણઆદિ બાર જ છે, તેથી વનરલથું વિવા” અને “વારસન્હેં મારા” એમ બોલવાથી તે અધિકતિથિ અને અધિક માસ આવી જાય તેવી રીતે ૧૮૩૦ દિવસના માસ વગેરે શ્રાવણાદિ નિયમિત છે અને મિચ્છામિ દુક્કડં કહેતી વખતે બેલાઈ ગયા છે માટે આયણ રહી જતી નથી.
પ્રશ્ન ૮૫૨-મુખ્યતાએ ઉદય અને સમાપ્તિ બે ન મળે તો સમાપ્તિવાળી તિથિ પ્રમાણમાં લેવી એમ નહિ?
સમાધાન-જે એમ લઈએ તે આઠમના ક્ષયે સાતમને દિવસે સાતમને ઉદય અને સમાપ્તિ બંને છે, માટે તે સાતમે આઠમ નહિ મનાય, માટેજ શાસ્ત્રકારોએ પર્વતિથિના ક્ષયે પહેલાંની તિથિનેજ પર્વતિથિ કરવી એમ સ્પષ્ટ જણાવ્યું છે. પૂર્વની તિથિમાં પર્વતિથિની ક્રિયા