SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૫) કરે અને બીજા સામાન્ય સાતાના ઉદયવાળાઓને અધમ તરીકે વિચારે કે જણાવે છે તે સાતગૌરવ કહેવાય. પ્રશ્ન ૭૦૦–જગતમાં શિયાળે અને ઉનાળે, રાત્રે અને દિવસે પુદ્ગલેના સ્પર્શી થવામાં નિયમ ખરે કે નહિ ? સમાધાન–ઉનાળામાં કે દિવસે તિર્જીકમાં જ્યાં સૂર્ય વિગેરેનું ફરવું હોય છે અને તેથી ઘણે ભાગે ઉષ્ણસ્પર્શ વેદાય છે, તે પણ સર્વલેકમાં કે તિછલેકમાં પણ બધા પુદ્ગલે ઉષ્ણસ્પેશવાળા જ હોય એ નિયમ નથી, તેમ શીતઋતુમાં બધા શીતસ્પર્શવાળા જ હોય એવો નિયમ નથી, પણ દિવસે શુભપુગલે અને રાત્રે અશુભપુદ્ગલેને પ્રભાવ છે, એમ શાસ્ત્રદૃષ્ટિથી જણાય છે. તેવી જ રીતે અલેકમાં પ્રાયે અશુભ પરિણામવાળા, તિર્યગલકમાં મધ્યમ પરિણામવાળા અને ઊર્વકમાં શુભ પરિણામવાળા પુદગલે તે તે ક્ષેત્રના પ્રભાવથી હેય એમ પણ શાસ્ત્રદષ્ટિથી જણાય છે. પ્રશ્ન ૭૮૧–જેના ઘરમાં મરણ થાય તે ઘરમાં બહારથી આવનાર માણસને તે ઘરનું પાણી પીવાથી તથા ખાવાથી તે જ દિવસે જિનપૂજા થાય કે નહિ? અથવા કેટલા દિવસનું સૂતક લાગે? સમાધાન શ્રી દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનમાં “ife કુદરું ન પવિરે એ ગાથાની વ્યાખ્યામાં આચાર્યભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જન્મ અને મરણના સૂતકવાળા કુલમાં સાધુઓને પણ આહારપાણી લેવાનું તેમજ પ્રવેશ કરવાનું પણ વજેવા કહેલ છે. શ્રી આચારાંગ-સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં તથા વ્યવહાર–ભાષ્યમાં સતકવાળાના કુલે દશ દિવસ સુધી વર્જવાનાં જણાવે છે, તેથી સૂતકવાળાને ઘેર ખાવું-પીવું વર્જવું એ ઉચિત જણાય છે, પણ સૂતકવાળાને ઘેર ખાનાર–પીનારે તે ખાવા-પીવાના દિવસ સિવાય પિતાને ઘેર આવ્યા પછી પણ સૂતક પાળવું જોઈએ એવો કઈ શાસ્ત્રીય લેખ જાણવામાં નથી. જે કે શ્રીમાન વિજયસેનસૂરિજી વિગેરે દેશાચાર ઉપર સતપાલનને
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy