________________
(૧૩૧)
સમાધાન માનતા હતા, તીર્થંકરથી જ શાસન પ્રવર્તે છે એમ માનતે હેવાથી જ પિતાને વીસ તીર્થકર જણાવતે હતે.
પ્રશ્ન ૩૭૦—ધર્મ જોવામાં બારીકબુદ્ધિ જોઈએ એ કથનનું રહસ્ય શું ?
સમાધાન–શ્રી તીર્થકરઆદિની હયાતિમાં ઢંક જેવા શ્રાવકે પણ ધર્મને બારીકબુદ્ધિથી સમજનાર હતા તેથી જ સુદર્શન (જમાલીની સ્ત્રી જે સાધ્વી થઈ હતી) ને ઠેકાણે લાવી શક્યા તે પછી આ પચમકાલે તિર્થંકર, કેવલી, પૂર્વધર વિગેરેને વિરહ છે. તેમાં જે બારીકબુદ્ધિ ન વપરાય તે બુરીદશા જ થાય માટે જ શ્રી હરિભદ્રસૂરિજી તે લખે છે કે–સૂક્ષ્મબુદ્ધિ જો ન હોય તે કરાતી ધર્મકિયા તે ધર્મને નાશ કરનારી જ બને માટે બારી બુદ્ધિની જરૂર છે.
પ્રશ્ન ૩૭૧–અંતર્મુહૂર્ત કરેલ ધર્મ કેટલું સુખ આપે?
સમાધાન–અંતર્મુહૂર્ત કરેલ ધર્માનુષ્ઠાન જે ઉત્કૃષ્ટ પરિણામે કર્યો હોય તે અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગતા તથા અનંતવીર્યાદિ આપે એટલે બાધા રહિત અનંત ચતુષ્ટયરૂ૫ સમૃદ્ધિ એ અનંતકાલનું સુખ આપે છે.
પ્રશ્ન ૩૭૨–ચારિત્રરહિત (ગૃહસ્થ) શ્રુતજ્ઞાની, પરમગુરૂ તરીકે માનવા લાયક ખરો કે નહિ ?
સમાધાન–શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજ શ્રી દશવૈકાલિકની ટીકામાં લખે છે કે –
'चारित्रेण विहीनः श्रुतवानपि नोपजीव्यते सद्भिः । शीतलजलपरिपूर्णः कुलजैश्चण्डालकूप इव' ॥१॥
અર્થ–જે ચારિત્રવિહીન શ્રતવાળો હેય તે પણ તે ઉત્તમ પુરૂષએ સેવા કરવા લાયક નથી. જેમ ઠંડા પાણીએ કાંઠા સુધી ભરેલ ચંડાલને